Gujarat police 600x337 1

Gujarat police aandolan: પોલીસકર્મીઓનું ગ્રેડ-પે આંદોલન હાલ પુરતું મોકૂફ, વાંચો શું છે મામલો?

Gujarat police aandolan: આંદોલનને સમર્થન આપવું માટે માત્ર અમદાવાદ ગાંધીનગર સહીત રાજ્યના મોટા શહેરો જ નહીં પરંતુ રાજ્યના નાના શહેરોના પોલીસ કર્મચારીઓએ પ્રદર્શન કર્યું

ગાંધીનગર, 27 ઓક્ટોબરઃGujarat police aandolan: ગુજરાત રાજ્યના પોલીસકર્મીઓનું ગ્રેડ-પે આંદોલન મોકુફ થયું હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ આંદોલન મોકૂફ થતા રાજ્ય સરકારને રાહત થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આંદોલન સતત ચાલી રહ્યું હતું. બીજી તરફ રાજ્યના નાના શહેરોના પણ પોલીસકર્મચારીઓ અને તેમના પરિવારો સમર્થનમાં પણ હાજર હતા. ત્યારે આ વચ્ચે સરકાર માટે મોટા રાહતના સમાચાર છે

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે(Gujarat police aandolan) વધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. બીજી તરફ આંદોલનને સમર્થન આપવું માટે માત્ર અમદાવાદ ગાંધીનગર સહીત રાજ્યના મોટા શહેરો જ નહીં પરંતુ રાજ્યના નાના શહેરોના પોલીસ કર્મચારીઓએ પ્રદર્શન કર્યું હતું

પોલીસના ગ્રેડ પેનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,ત્યારે પાલનપુરમાં આમઆદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસના સમર્થનમાં રેલીનું આયોજન કરી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું. જે પોલીસ સતત 24 કલાક ખડેપડે સેવા આપી રહી છે તેની ગ્રેડ પેની માગણી યોગ્ય હોવાનું આમઆદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું. વિરોધ કરી રહેલા 20 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ Khel Ratna Award 2021: નીરજ ચોપડા સહિત આ ખેલાડીઓને ખેલ રત્નનુ એલાન- વાંચો કોણ-કોણ છે આ યાદીમાં સામેલ?

ગુજરાત પોલીસની ગ્રેડ પે(Gujarat police aandolan) વધારાના માગને સિદ્ધપુર શહેરમાં સમર્થન મળ્યું. મહિલાઓ અને બાળકોએ પોલીસલાઈનથી રેલી કાંઢી હતા. જોકે, પોલીસ અધિકારીઓએ મહિલાઓને સમજાવી ઘરે મોકલી હતી. મહિલાઓ સહિત પોલીસ પરિવારના સભ્યોએ ગ્રેડ પે સહિતની માગ પૂરી કરવા માટે સુત્રોચ્ચાર કર્યાં હતા

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પેને લિને આંદોલન કરી રહ્યા છે. જેમાં પોલીસ પરિવારના સભ્યો પણ સમર્થનમાં ઉતરીને થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર સાથે બેઠક કરી. સ્વર્ણિમ સંકુલ ખાતે ગૃહ રાજ્ય મંત્રીની ઓફિસમાં પોલીસ પરિવાર સાથે કરાયેલી મીટીંગમાં આઇજી ઉપરાંત જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.

Whatsapp Join Banner Guj