SBI launches WhatsApp banking services: બેંક ગ્રાહકોને મળી શાનદાર સુવિધા, હવે વોટ્સએપ પર ઘરે બેઠા પતી જશે કેટલાય કામો

SBI launches WhatsApp banking services: બેન્કિંગ સેવાઓને વધુ સરળ બનાવવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ પોતાના ગ્રાહકો માટે નવી નવી સેવાઓ લઈને આવતી રહે છે.

નવી દિલ્હી, 23 જુલાઇઃ SBI launches WhatsApp banking services: બેન્કિંગ સેવાઓને વધુ સરળ બનાવવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ પોતાના ગ્રાહકો માટે નવી નવી સેવાઓ લઈને આવતી રહે છે. આ જ ક્રમમાં એસબીઆઈએ વોટ્સઅપ બેંકીંગ સેવાઓને લોન્ચ કરી છે. આ સેવાની મદદથી એસબીઆઈ ગ્રાહકો વોટ્સએપના માધ્યમથી બેંકિંગ સેવાઓનો આનંદ ઉઠાવી શકે છે. તેની સાથએ જ એસબીઆઈની ઓનલાઈન બેંકીંગ સેવાઓનો આનંદ પણ ઉઠાવી શકે છએ. હવે લોકો મોબાઈલ ડાઉનલોડ કરવા અથવા તો એટીએમ પર જવાની જરૂર પડશે નહીં.

વોટ્સએપ બેંકિંગ સેવાઓ શરૂ કરીને, SBIએ 19 જુલાઈના રોજ ટ્વિટ કર્યું કે બેંક હવે WhatsApp પર ઉપલબ્ધ છે. તમે તમારું એકાઉન્ટ બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટ માત્ર ઓનલાઈન જ ચેક કરી શકો છો. આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે તમે +919022690226 પર “Hii” મોકલીને આ સેવાઓ સરળતાથી મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે, 1 જુલાઈના રોજ SBIના ચેરમેન દિનેશ ખરાએ જાહેરાત કરી હતી કે SBI ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે WhatsApp સેવા શરૂ કરવા જઈ રહી છે, જેના એક મહિનાની અંદર આ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

વોટ્સએપ પર ઓનલાઈન બેંકિંગ સેવાઓ કેવી રીતે મેળવવી

SBIની WhatsApp બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે, તમારે પહેલા આ સેવાઓ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે બેંકમાં નોંધાયેલા તમારા મોબાઈલ નંબરથી +917208933148 પર WAREG <Space> એકાઉન્ટ નંબર મોકલવો પડશે. તે પછી તમારી નોંધણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Shanivar Upay: શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, બની જશે બગડેલા કામ

એકવાર તમે રજીસ્ટર થઈ ગયા પછી, +919022690226 નંબર પર “hii” sbi લખો અથવા WhatsApp પર પ્રાપ્ત મેસેજનો જવાબ આપો, જે “પ્રિય ગ્રાહક, તમે SBI WhatsApp બેંકિંગ સેવાઓ માટે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું છે.”

એકવાર તમે તમારો મેસેજ મોકલી દો, પછી તમને આ જવાબ મળશે: 1. એકાઉન્ટ બેલેન્સ, 2. મિની સ્ટેટમેન્ટ 3. WhatsApp બેંકિંગ સાથે ડી-રજીસ્ટર કરો.

આ પછી, વિકલ્પ એક અથવા બે પર ક્લિક કરીને, તમે છેલ્લા પાંચ દિવસના બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શનની વિગતો સરળતાથી મેળવી શકો છો. તે જ સમયે, ત્રીજા વિકલ્પ પર ક્લિક કરીને, તમે તમારી જાતને ડી-રજીસ્ટર પણ કરી શકો છો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 36th National Games logo: 36મી નેશનલ ગેમ્સનો લોગો જાહેર, આજે એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01