Inauguration of Oxygen Park

Inauguration of Oxygen Park: થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

Inauguration of Oxygen Park: વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાએ પહોંચ્યું : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ, 07 સપ્ટેમ્બરઃInauguration of Oxygen Park: અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઇઝ’ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે , કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મતવિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે, એ અભિનંદનને પાત્ર છે. એવું મંત્રી એ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ અમદાવાદમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોને બિરદાવતા વધુ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારના માત્ર ૪.૬૬ ટકા ગ્રીન કવર હતું, જેને ૧૫ ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સામે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાએ પહોચ્યુ છે. ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.

a3046f8b b6cd 4008 a907 0e41dc9a3ab3


શહેરી વિસ્તારમાં ઑક્સિજન પાર્કનું મહત્ત્વ સમજાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઑક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટને કારણે હવાની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે ક્વોલિટી ઑફ લાઇફમાં પણ વધારો થાય છે. શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની સીધી સકારાત્મક અસરો જોવા મળે છે. અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.


વધુમાં મંત્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાની ચિંતા થઈ રહી હતી ત્યારે આ પડકારને નિવારવા માટે કેવાં પગલાં લેવાં ? કેવા પ્રયાસો કરવા જોઈએ ? એનું વિચારમંથન સૌથી પહેલા ૨૦૦૨માં નરેન્દ્રભાઈએ કરેલું અને સમગ્ર વિશ્વને ઉપાયો સૂચવ્યા હતા. વડાપ્રધાનના વિઝન અનુસાર જ ગુજરાતમાં ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે ગ્રીન કવર સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ Okha-Varanasi Express will now go to Banaras station: ઓખા-વારાણસી એક્સપ્રેસ સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે
આ પ્રસંગે મંત્રીએ લોકોને સામૂહિક મુસાફરી કરીને કે પછી જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરીને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બિન પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતને વિકસાવવા અને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં બીઆરટીએસનો મહત્તમ ઉપયોગ કરનારા ચાર વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સાઇકલ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૧૨૮ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.

a2353b36 230e 40ef b17c 61e807539fc6

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ, અમ્યુકોના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેર હિતેષ બારોટ, મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા, સહિત અમ્યુકોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ Seat belt mandatory for rear seat: હવે કારમાં પાછળ બેઠેલા લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Gujarati banner 01