Somnath temple diwali

Somnath diwali puja: દિપાવલીના તહેવારો દરમ્યાન ભાવિકો ઓનલાઈન તથા મંદિરમાં રૂબરૂ પૂજાવિધિ કરાવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા

Somnath diwali puja: દિપાવલીના તહેવારો દરમ્યાન ભાવિકો ઓનલાઈન તથા મંદિરમાં રૂબરૂ પૂજાવિધિ કરાવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધર્મ ડેસ્ક, ૦૨ નવેમ્બર: Somnath diwali puja: દિવાળીના પવિત્ર દિવસો દરમ્યાન માન્યતા પ્રમાણે આ દિવસોમાં દેવદર્શન, પૂજા અર્ચન, દાન આપવાનું અનેરૂ મહાત્મય છે. આ સમયમાં લોકો તીર્થધામોમાં દર્શન પૂજા અર્થે જતા હોય છે. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામમાં પધારતા ભાવિકોને દર્શન પૂજાવિધિનો લાભ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તા.૦૧-૧૧-૨૦૨૧ આસો વદ અગિયારસ થી તા.૦૫-૧૧-૨૦૨૧ નૂતનવર્ષ સુધી ગર્ભગૃહમાં અલગ-અલગ દ્રવ્યોથી રંગોળી કરવામાં આવશે. તેમજ તા.૦૨-૧૧-૨૦૨૧ થી તા.૦૪- ૧૧-૨૦૨૧ સુધી ધનતેરસથી દિવાળી સુધી મંદિરમાં રંગોળી તથા દિવડાથી સુશોભન તેમજ વિશેષ શ્રુંગાર કરવામાં આવશે. તા.૦૩-૧૧-૨૦૨૧ ને માસિક શિવરાત્રિ સોમનાથ મંદિર રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે, રાત્રિના જ્યોતપૂજન, મહાપૂજા તથા વિશેષ આરતી કરવામાં આવશે.

Somnath diwali puja: તા.૦૪-૧૧-૨૦૨૧ ને દિવાળીના દિવસે સાંજે ૦૪:૩૦ વાગ્યે ઓનલાઈન ઝુમ એપના માધ્યમથી લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજન કરાવવામાં આવશે. પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી નોંધાવી શકાશે. ટ્રસ્ટના અતિથિગૃહો પણ રોશનીથી તથા રંગોળીથી સુશોભિત કરવામાં આવશે.

આ પણ વાંચો…Ambaji aarti time change: અંબાજી મંદિર માં બેસતા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા મંદિરમાં પ્રસાદીના વધારાના કાઉન્ટરો તથા વધારાના માણસોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. સોમનાથ મંદિરમાં ઓનલાઈન પૂજાવિધિ તેમજ ઓનલાઈન રૂમબકિંગ માટે ટ્રસ્ટની વેબસાઈટ પર www.somnath.org પરથી વ્યવસ્થા છે.

તહેવારના દિવસો દરમ્યાન યાત્રિકો દ્રારા પણ ફરજ પરના પોલીસ, એસ.આર.પી., સિક્યોરીટી ગાર્ડ તેમજ મંદિરના કર્મચારીઓને યોગ્ય સાથ સહકાર વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવે સાથે કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવે.

Whatsapp Join Banner Guj

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામમાં શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટના અન્ય મંદિરોમાં પણ આપ પૂજાવિધિ કરાવી શકો તે માટેની વ્યવસ્થા છે. તેમજ નવનિર્મિત વોક-વે, ટેમ્પલ મ્યુઝીયમ તથા સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળવા વિનંતી છે. યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી લાઈટ એન્ડ સાઉન્ડ શો ના રોજ બે (૦ર) શો યોજવામાં આવશે.