stomuch

Stomach problems tips: દિવસેને દિવસે તમારું પેટ પણ ફુલતુ જાય છે? તો આ વસ્તુઓ ખાવાનું કરી દો બંધ

Stomach problems tips: તમારું પેટ પણ ફુલતુ જાય છે તો તમારે હવે ચેતવાની જરૂર છે. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો મોટી તકલીફમાં મુકાઇ શકો છો.

હેલ્થ ડેસ્ક, 16 જુલાઈ: Stomach problems tips: બ્લોટિંગ તેમજ પેટમાં થતા સોજાથી અનેક લોકો કંટાળી ગયા છે. બ્લોટિંગની સમસ્યા મોટાભાગે જમ્યા પછી થતી હોય છે. સામાન્ય રીતે ગેસ અથવા પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર લગભગ 16-30 પ્રતિશત લોકો રોજ બ્લોટિંગની સમસ્યાથી પીડાતા હોય છે. હંમેશા પેટમાં બ્લોટિંગ અથવા તો સોજો આવવો એક ગંભીર મેડિકલ કન્ડિશનનું લક્ષણ હોઇ શકે છે, આ માટે લાંબા સમયથી તમારું પેટ ફુલે છે તો તરત જ ડોક્ટરને બતાવો. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક મોટી તકલીફો થઇ શકે છે. તો જાણી લો એ ફુડ વિશે જેનાથી તમને બ્લોટિંગની સમસ્યા થાય છે.

દાળ

દાળમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આમ, જ્યારે પણ તમે ઘરે દાળ બનાવો ત્યારે દાળને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો અન પછી એને બનાવો. જેથી કરીને ડાઇજેસ્ટ થવામાં કોઇ તકલીફ ના પડે.

આ રીતે ખાઓ

આછા રંગની દાળ કરતા ડાર્ક કલરની દાળમાં ફાઇબર વધારે હોય છે જેના કારણે પચવામાં સરળ હોય છે. આ માટે બ્લોટિંગની સમસ્યા તમને થાય છે તો તમે આછા કલરની દાળ ખાઓ.

ડેરી પ્રોડક્ટ્સ

શું તમે જાણો છો 4માંથી 3 ડેરી પ્રોડક્ટ્સમાં કાર્બોહાઇડ્રેટ એટલે કે લેક્ટોઝને પચાવવાની ક્ષમતા હોતી નથી? લેક્ટોઝ અસહિષ્ણુતાને કારણે બ્લોટિંગ અથવા અન્ય શારિરિક સમસ્યાઓ પણ થઇ શકે છે.

આ રીતે ખાઓ

Stomach problems tips: દૂધ અને પનીરની જગ્યાએ તમે ટોફુ અને બદામ મિલ્ક લઇ શકો છો.  જો તમે વધુ પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સનો ખાવામાં ઉપયોગ કરો છો તો તમારે બંધ કરવાની જરૂર છે. કારણકે આ બધી વસ્તુઓ તમારી બ્લોટિંગની સમસ્યામાં વધારો કરે છે. આ માટે તમે એવો ખોરાક ખાઓ જે પચવામાં સરળ હોય અને તમને કોઇ તકલીફ પણ ના થાય. બને ત્યાં સુધી તમે રાત્રીનો ખોરાક હળવો ખાઓ. જો તમે રાત્રે ભારે ખોરાક ખાઓ છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે દરેક વ્યક્તિએ સાંજનું જમવાનું રાત્રીને 7.30 પહેલા કરી લેવું જોઇએ.

આ પણ વાંચો..108 ambulance service in rain: છેલ્લા 7 દિવસમાં 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી 108 એમ્બ્યુલન્સ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *