RBI warns public: કો-ઓપરેટિવ સોસાયટીઝથી ચેતતા રહેવા જાહેર જનતાને રિઝર્વ બેન્કે આપી સલાહ

RBI warns public: કો-ઓપરેટિવ સોસાયટીઓ નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરી શકે નહીં : આરબીઆઈ

બિઝનેસ ડેસ્ક, 24 નવેમ્બરઃ RBI warns public: પોતાના નામની આગળ ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ કરતી  અને પોતાના સભ્ય હોય તેવાલોકો પાસેથી થાપણો સ્વીકારતી કો-ઓપરેટિવ સોસાયટીઝથી ચેતતા રહેવા જાહેર જનતાને રિઝર્વ બેન્કે સલાહ(RBI warns public) આપી છે.

બેન્કિંગ રેગ્યુલેશન એકટ 1949માં 29 સપ્ટેમ્બર 2020થી અમલી બનેલા સુધારા બાદ  સહકારી સોસાયટીઝ તેમના નામ સાથે બેન્ક, બેન્કર અથવા બેન્કિંગનો ઉપયોગ કરી શકતી નથી, સિવાય કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ માટે પરવાનગી આપી હોય.

આ પણ વાંચોઃ Aspergillus lentulus: દેશમાં ફંગસના ખતરનાક નવા સ્ટ્રેનની એન્ટ્રી, આ શહેરમાં આવ્યા બે કેસ- બંનેના સારવાર દરમિયાન થયા મોત- વાંચો વિગત

બેન્કિંગ રેગ્યુલેશન એકટની જોગવાઈઓનો ભંગ કરી કેટલીક કો-ઓપરેટિવ સોસાયટીઝ પોતાના નામ સાથે ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, એમ આરબીઆઈ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.  કેટલીક સોસાયટીઝ તો જાહેર જનતા પાસેથી ડિપોઝિટસ સ્વીકારતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. ડિપોઝિટસનો સ્વીકાર કરવો એટલે બેન્કિંગ વેપાર કરવા જેવું થાય છે, જે ધારાની જોગવાઈઓના ભંગ સમાન છે. 

આવી સોસાયટીઝને બીઆર એકટ 1949 હેઠળ કોઈ લાયસન્સ અપાયા નથી અને તેમને બેન્કિંગ વેપાર કરવા કોઈ સત્તા પણ અપાઈ નથી, જેની જાહેર જનતાએે નોંધ લેવી રહી એમ રિઝર્વ બેન્કે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું. આવી સોસાયટીઝમાં મુકાતી થાપણોને ડિપોઝિટ  ઈન્સ્યૂરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન તરફથી વીમા કવચ અપાતું નથી.

Whatsapp Join Banner Guj