Haldi Anand

બોરિયાવીના યુવાન ખેડૂતે “બોરિયાવી હળદરના નામે “પેટન્ટ ” મેળવી

દેવેશ પટેલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે

બોરિયાવીની ઓર્ગેનિક હળદર જગત આખાને ગમી ગઈ છે

૨૯ ઓગસ્ટ,આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે અને આણંદ કૃષિ યુનિ. ના માર્ગદર્શન હેઠળ બોરિયાવી હળદર તરીકે પેટન્ટ પણ મેળવી લીધી છે. એક તરફ કોરોનોની મહામારીમાં અનેક ખેડૂતોએ ઉત્પાદન કરેલા પાકોના પોષણક્ષમ ભાવો નથી મળ્યા એવા અનેક કિસ્સોઓ તમે સાંભળ્યા હશે પરંતુ આજે બોરીયાવી ગામના દેવેશભાઈ પટેલ પોતાની આગવી સુજ્બુજથી ઓર્ગેનિક હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી છે.

Haldi Anand 2

દેવેશભાઈ પટેલની વાત કરવામાં આવે તો પોતે કોમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવેછે.બોરીયાવી ગામના ખેડૂત દ્વારા હળદરનું ઉત્પાદન કરી જાતે જ પ્રોડક્ટ જેવી કે હળદર પાવડર હળદરમાંથી સુંઠ /હળદરનું અથાણું / હળદરનું જ્યુસ /કોરોનોની મહામારી વચ્ચે હળદરની કેપ્સુલ બનાવી ઉત્તમ આવક મેળવી છે. હળદરના પાકની એક એકરે માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવે છે.

દેવેશભાઈ દ્વારા હળદરના ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો કોઈપણ કેમિકલ્સ કે પેસ્ટીસાઈઝના ઉપયોગ વગર એક એકરે -ચાર કિવન્ટલ બિયારણ વપરાય છે. જેની કિંમત 80 હજાર થાય છે. જેમાં ખાતર -લેબરનો ખર્ચ મળી ટોટલ એક એકરે એક લાખ છોત્તેર હજાર જેટલો ખર્ચ થાય છે જેમાંથી 200 કિવન્ટલ ઉત્પાદન કરી હાલનું બજાર ભાવ 2500 રૂપિયા કિવન્ટલ એટલે છ લાખ પચ્ચીસ હજાર જેટલી માતબર આવક મળવે છે જેમાં ચાર લાખ જેટલો ચોખ્ખો નફો કરી ઉત્તમ ખેડૂતની નામના મેળવી છે.

Haldi Anand 3

દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય -કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે .આજે તેમના ફાર્મ પર દેશ વિદેશના કૃષિ વૈજ્ઞાનિક વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે સાથે સાથે દેવેશભાઈ આણંદ કૃષિ યુનિર્વસિટીમાં પણ કૃષિનું શિક્ષણ લેતા વિધાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

હળદરમાંથી અન્ય પોડકટ બનાવવા માટે દેવેશભાઈ દ્વારા જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી છે -પોતે ઓનલાઇન વેબસાઈટ દ્વારા ડાઇરેક્ટ ઓડરો લઇ પોતે માર્કેટિંગ કરી પોતે બનાવેલ પોડકટ સીધી ગ્રાહક પાસે પહોચાડી ઉત્તમ આવક મેળવી છે.

અહેવાલ : નીખિલેશ ઉપાધ્યાય,નાયબ માહિતી નિયામક,આણંદ

Reporter Banner FINAL 1