velvet bridal faishon

Faishon tips: લગ્નના દરેક પ્રસંગે સ્ટાઇલિશ લુક રાખવા ઇચ્છો છો, તો જરૂરથી વાંચો આ ફેશન ટિપ્સ

Faishon tips: વેલવેટની ફેશન આવતી જતી રહે છે.પરંતુ હાલના સમયે દરેક જગ્યાએ મેરેજમાં જઈએ તો વેલવેટ જોવા મળે છે.

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: Faishon tips: લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નનું નામ સાંભળતાં જ દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર થશે. ગરબામાં કેવા કપડાં પહેરીશું, ગણેશ સ્થાપનામાં કેવા કપડાં પહેરીશું, અને લગ્નના દિવસે કઈ સાડી કે ચણિયાચોળી પહેરીશું. પણ આ વાત થઈ જેના લગ્ન હોય તેની બહેનની કે મમ્મીની. પણ જે ગર્લના મેરેજ હોય તેના મનમાં તો અનેક પ્રશ્ન થતાં હશે. અને સૌથી પહેલો પ્રશ્ન હશે કે હું લગ્નના દિવસે કેવી ચણિયાચોળી પહેરું જેના કારણે ડિફરન્ટ લૂક લાગે.

તો આજે આપણે બ્રાઈડલને જે પ્રશ્ન ઉદ્દભવી રહ્યા છે તેનું સોલ્યુશન લાવીએ. રોજ નવી નવી ફેશન આવતી હોય છે. આજે પહેરેલા ચણિયાચોળી કાલે આપણને અથવા કોઈ બીજાને જૂની લાગવા લાગે છે. તો લગ્ન માટે ચોઈસ કરવા શોપમાં જાવ તો એવી ચણિયાચોળી પસંદ કરો, જેને તમે વર્ષો પછી પણ જોશો તો નવી લાગશે. અને ઓલ્ડ ફેશન નહીં લાગે.

વેલવેટની ફેશન આવતી જતી રહે છે, (Stylish look for every wedding occasion) પરંતુ હાલના સમયે દરેક જગ્યાએ મેરેજમાં જઈએ તો વેલવેટ જોવા મળે છે. બ્રાઈડલના આઉટફિટ જ નહીં, પરંતુ સાઈડર માટે પણ વેલવેટ સાડી અને ચણિયાચોળી અત્યારે જોવા મળે છે. વેલવેટ આઉટફિટ બ્રાઈડલ માટે શિયાળામાં વધારે સારું આપ્શન એટલા માટે બની રહે છે કારણ કે શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે છે. તેનાથી ગરમીનો અહેસાસ થતો હોવાથી તમે લાંબા સમય સુધી પહેરો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી.

આ પણ વાંચો…Big boss OTT winner Divya agrawal: દિવ્યા અગ્રવાલ મોનોકીની માં બતાવી તેની ગ્લેમરસ અદાઓ; જુઓ ફોટોગ્રાફ્સ

તમે કોઈ મેરેજ અટેન કરી રહ્યા છો તો (Faishon tips) વેલવેટના આઉટફિટ તમને ગ્રેસફૂલ અને બ્યુટિફૂલ લુક આપશે. વેલવેટના ચણિયાચોળી તમારી બહેનના અથવા બ્રેસ્ટ ફ્રેન્ડના મેરેજ માટે સિલેક્ટ કરવા છે. તમને જે ફોટોઝ બતાવીએ તેના ઉપરથી ઈન્સપાયર થઈ ચોઈસ કરી શકો છો.

હાલના સમયમાં દરેક વિધી માટે અલગ-અલગ આઉટફિટ ચોઈસ કરતાં હોય છે. જેમકે પીઠી માટે યલો કલરના આઉટફિટ, સવારે ગણેશ બેસાડે તે સમયે બને તો લાલ કલરની સાડી, ડ્રેસ, કુર્તા, ચણિયાચોળી પહેરવાનું પસંદ કરતા હોય છે. મહેંદી ફંક્શન હોય તો ગ્રીન કલર અથવા મહેંદી હોય તેવા જ કલરના કપડાં પહેરે છે. પણ તમે બ્રાઈડલ હોવ અથવા તમારી સિસ્ટરના મેરેજ છે તો વેલવેટની બ્લૂ કલરની ચણિયાચોળી પસંદ કરો. જે તમને ડિફરન્ટ લૂક આપવામાં મદદ કરશે.

મહેંદી ફંક્શન

તમારા લગ્નમાં કંઈક અલગ ટ્રાય કરવા માગો છો તો બ્લૂ ફ્લાવર વાળી ચણિયાચોળી પસંદ કરી શકો છો. જે અત્યારે ટ્રેન્ડમાં છે. આ કલર તમે મહેંદી ફંક્શનમાં પણ પહેરી શકો છે.

સંગીત સંધ્યા

એજ રીતે સંગીત ફંક્શન એટલે કે સંગીત સંધ્યામાં ડાર્ક બ્લૂ કલરની વેલવેટની ચણિયાચોળી પહેરશો તો લાઈટિંગમાં વધારે સારી લાગશે. અને ફોટોગ્રાફીમાં પણ ડિફરન્ટ લાગશે.

જો તમારી સગાઈમાં કયા કલરની ચણિયાચોળી પહેરવી તે વિચારી રહ્યા હોવ તો લવન્ડર કલર બેસ્ટ ઓપ્શન છે. લાઈટ પિન્ક કલર, લાઈટ પર્પલ અથવા આ બંને કલરની શાઈનિંગ વાળી ચણિયાચોળી સારી લાગશે. આ કલર તમે સગાઈમાં જ નહીં, તમારા પોતાના રિસેપ્શનમાં પણ પહેરી શકો છો.

જો તમે બ્રાઈડલની ચણિયાચોળી પસંદ કરવા માગો છો તો પિન્ક કલરના ચણિયાવાળી ચણિયાચોળી દુલ્હનના લૂક માટે સારી લાગશે. જો તમે ડિફરન્ટ ટ્રાય કરવા માગો છો તો ગ્રીન કલરના ચણિયા સાથે ગોલ્ડન બ્લાઉઝનું કોમ્બિનેશન સેટ કરી પહેરી શકો છો.

Gujarati banner 01