Startup

Startup to Scale-up: સ્ટાર્ટઅપ થી સ્કેલ-અપ નું સફરનામુ

Startup to Scale-up: અકાળે અને અવિચારીપણે કરવામાં માં આવેલું સ્કેલિંગ તમારા વ્યવસાય ને નિષ્ફળ બનાવાનું કારણ પણ બની શકે છે.

Startup to Scale-up: સ્ટાર્ટઅપ માટે સ્કેલિંગ અપ એ વેન્ચર ને બનાવી અથવા બગાડી નાખવા વાળી ક્ષણ બની શકે છે. જો તમે તમારા સ્ટાર્ટઅપને ખૂબ ઝડપથી અથવા વિચાર્યા વગર સ્કેલ કરો છો, અને તમે ઘણી બધી એડમિનિસ્ટ્રેટિવ તથા ઓપરેશનલ સમસ્યાઓ ઊભી કરશો જેને પહેલા ની જેમ પૂર્વવત્ કરવી મુશ્કેલ હશે. અકાળે અને અવિચારીપણે કરવામાં માં આવેલું સ્કેલિંગ તમારા વ્યવસાય ને નિષ્ફળ બનાવાનું કારણ પણ બની શકે છે. અને જો તમે ખૂબ જ ધીરે ધીરે સ્કેલ કરો છો, અને તમે વધુ સંસાધનો અને આવક સાથે આવતી મોટી તકોને ચૂકી જશો. જ્યારે તમે તમારા વેન્ચર ના વિકાસ માટે આગલા તબક્કાની યોજના ઘડી રહ્યા હોવ, ત્યારે સફળ સ્કેલ-અપ માટે આ પાંચ ટીપ્સ ધ્યાન માં રાખવી જોઈએ.

Startup to Scale-up, Nikhil Suthar, startup mentor

1. તમારી જાતને પૂછો કે શું તમારો વ્યવસાય ખરેખર સ્કેલેબલ છે
ભલે તમારી પાસે એક જોરદાર પ્રોડક્ટ હોય જે વાસ્તવિક જરૂરિયાત ને પૂરી પાડે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સ્ટાર્ટઅપ ના સ્કેલ-અપ માટે ની જરૂરી સામગ્રી છે. તમારા વેન્ચર ની ઑફરિંગ ની તપાસ કરતી વખતે પ્રમાણિક બનો, જો સ્કેલિંગ દરમ્યાન અસંખ્ય સંસાધનો ના ખર્ચ આવશે, તો કદાચ સફળ પણ નાના વ્યવસાય માં જ રહેવું વધુ સારું છે.

2. તમારા “કોર” ને ઓળખો
તમે તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવાનો પ્રયાસ કરો તે પહેલાં તમારે તમારા મુખ્ય ઉત્પાદનો, ગ્રાહકો અને માર્કેટિંગ ચેનલોને જાણવાની જરૂર છે. ધ સ્ટાર્ટઅપ જિનોમ દ્વારા કરાવામાં આવેલા રિપોર્ટ અનુસાર 3,200 થી વધુ સ્ટાર્ટઅપ્સ જોવામાં આવ્યા અને જાણવા મળ્યું કે તેમાંથી 74% નિષ્ફળ ગયા, કારણ કે તેઓએ અવિચારી રીતે ખૂબ ઝડપથી સ્કેલ કરવાનો પ્રયાસ કર્યો.

3. તમે કરી શકો તે બધું આપોઆપ કરો અથવા આઉટસોર્સ કરો
જો તમારા સ્ટાર્ટઅપનું કોઈપણ પાસું માત્ર ને માત્ર લેબર આધારિત છે, તો તમે અસરકારક રીતે સ્કેલ કરી શકશો નહીં. તમે કરી શકો તે દરેક પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તમારે એક માધ્યમ શોધવાનું શરૂ કરવાની જરૂર છે. આમાં ઑટોમેટિક પગારપત્રક અને બિલિંગ, નવી નોકરીઓ અને જોડાણ ની પ્રક્રિયા ને ઝડપી બનાવવા માટે તાલીમ ના વિડિઓઝ બનાવવા, તમારા વ્યવસાયનું ઑટોમેટિક માર્કેટિંગ કરવાની રીતો શોધવા વગેરેનો સમાવેશ થાય છે.

જ્યાં તમે ઑટોમેટિક કરી શકતા નથી, આઉટસોર્સ કરો. તમારા મોટા ભાગના સંસાધનો તમારા મુખ્ય ઑફરિંગ ને વૃદ્ધિ તરફ લઇ જવા માટે કામ કરવા માટે જતા હોવા જોઈએ. આમ, માત્ર સૌથી જરૂરી ભૂમિકા ઓ જ તમારા સુધી સીમિત રહેવી જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં, ડિઝાઇન અને કોપીરાઇટિંગ થી લઈને કાનૂની સમસ્યાઓ અને ઓફિસની સફાઈ સુધીની દરેક બાબતો બાહ્ય ઠેકેદારો / વેન્ડર્સ ને સોંપવી જોઈએ.

4. તમારા વિના તમારા વ્યવસાયને કાર્યક્ષમ બનાવો
તમારી પ્રક્રિયાને એ હદ સુધી સરળ અને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે કે, જો તમે હાજર ના હોવ તો પણ, કોઈ સરળતાથી વ્યવસાય ની અંદર આવી શકે અને શું કરવું તે જાણી શકે. તમારી પ્રક્રિયા સરળતાથી સમજી શકાય અને પુનરાવર્તિત થાય એવી હોવી જોઈએ. તમારા વ્યવસાય વિશે કોઈપણ પાસુ એટલું નાજુક ન થવા દો કે, ઓછા પ્રતિભાશાળી કર્મચારીઓ તેને તમારી ગેરહાજરી માં નીચે લાવી શકે.

5. હાયરિંગ (રિક્રુટમેન્ટ), ખર્ચા અને વ્યવસાય ના નિર્માણ માં અતિશય વ્યય ના કરો
ધારો કે તમે એક સ્ટાર્ટઅપ વેન્ચર નો સફળતાપૂર્વક પ્રારંભ શરૂ કર્યો છે, ત્યારે સ્કેલેબિલીટી એ સ્ટાર્ટઅપ વધવાની ક્ષમતા છે અથવા, તેને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, સ્કેલેબિલીટી વ્યાપાર ના પ્રભાવ સાથે કોઈ સમાધાન કર્યા વિના અથવા આવક ગુમાવ્યા વિના મોટા વર્કલોડ ને અનુરૂપ થઈ શકે છે.
વાર્ષિક આવકમાં $ 0 સાથેનો તમારો વ્યવસાય મિલિયન ડોલરની કંપનીમાં વૃદ્ધિ કરી શકે છે?
જો તે સ્કેલેબલ છે, તો હા. પરંતુ દરેક વ્યવસાય તેને મોટો બનાવવા માટે તૈયાર નથી. કેટલાક સ્ટાર્ટઅપ્સ યોગ્ય સિસ્ટમ, લોકો અથવા સ્ટાર્ટઅપ ની માનસિકતા વિના વાસ્તવિક જમીન પર ઉતરી જાય છે. આવા ધંધામાં વૃદ્ધિ કરવાનો પ્રયાસ એ સાયકલ પંપ વડે ટ્રેક્ટરના ટાયરને હવા ભરવા ની કોશિશ કરવા જેવું છે.

આ પણ વાંચો…Scaleup: તજજ્ઞો ની મદદ થી સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે સ્કેલઅપ!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *