dry Lips care

Lip Care Tips: શિયાળામાં હોઠ રહેશે કોમલ અને સ્વસ્થ, ઘરે આ રીતે બનાવો લિપ બામ

Lip Care Tips: સારા લિપ બામનો ઉપયોગ તમારા હોઠને ગુલાબી અને નરમ રાખવામાં મદદ કરે છે

લાઇફ સ્ટાઈલ, 30 ડિસેમ્બરઃ Lip Care Tips: ભારતમાં આ દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાના ઠંડા પવનને કારણે હોઠની કુદરતી ભેજ છીનવાઈ જાય છે, જેના કારણે તે શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. ઘણી વખત હોઠ પર વધુ પડતી લિપસ્ટિક લગાવવાથી તેનો રંગ પણ બદલાઈ જાય છે જેના કારણે તે કાળા દેખાવા લાગે છે. સૂર્યપ્રકાશને કારણે હોઠ પર ટેનિંગ થાય છે, જેનાથી તમારા હોઠને પણ નુકસાન થાય છે.

આ બધી સમસ્યા દૂર કરવા માટે હોઠની સારી સંભાળ જરૂર છે. હોઠના સારા સ્વાસ્થ્ય માટે સારા લિપ બામનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સારા લિપ બામનો ઉપયોગ તમારા હોઠને ગુલાબી અને નરમ રાખવામાં મદદ કરે છે. આ માટે, ઘરે બનાવેલા લિપ બામથી વધુ સારું બીજું કયું લિપ બામ હોઈ શકે?

જો તમે ખાવાની સાથે તમારા હોઠ પર ચોકલેટ ફ્લેવર લગાવવાનું પસંદ કરો છો, તો તમારા માટે ચોકલેટ ફ્લેવરનો લિપ બામ બનાવી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી શિયાળામાં વારંવાર ફાટતા હોઠની સમસ્યા દૂર થઈ જાય છે અને તમારા હોઠ નરમ બની જાય છે.

ઘરે લિપ બામ બનાવવાની સામગ્રીઃ

  • 1 ચમચી ચોકલેટ અથવા ચોકલેટ પાવડર
  • 1 ચમચી મીણ
  • 1/2 ચમચી નારિયેળ તેલ

કેવી રીતે બનાવવો

લિપ બામ બનાવવા માટે, તમે પહેલા ચોકલેટ અને મીણને પીગાળી લો જ્યારે તે બેટર જેવું થઈ જાય, ત્યારે તેમાં નારિયળનું તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, જ્યારે તે સારી રીતે મિક્સ થઈ જાય, ત્યારે તેને કન્ટેનરમાં મૂકી તેને ફ્રિજમાં મૂકો. સેટ કર્યા પછી જો તમે આ મલમને હોઠ પર નિયમિત રીતે લગાવશો તો તમને ફાયદા જોવા મળશે.

આ પણ વાંચો… WR Increased Trains Frequency: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો