Afghanistan crisis

Afghanistan crisis: તાલિબાની મુલકમાંથી ભારત આવવા ઇચ્છતા ભારતીયો માટે નવા ઇ-વિઝા ટાઇપ શરૂ- વાંચો વિગત

Afghanistan crisis: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી કટોકટીના સંદર્ભે વિઝા જોગવાઇઓની સમીક્ષાની સાથોસાથ ઇ-ઇમરજન્સી એક્સ-મિસેલિનિયસ વિઝાની નવી ઇ-વિઝા કેટેગરી શરૂ કરી છે

નવી દિલ્હી, 18 ઓગષ્ટઃ Afghanistan crisis: હાલ અફઘાનિસ્તાનમાં કટોકટીનો સમય ચાલી રહ્યો છે. સમગ્ર દુનિયામાં અફઘાનિસ્તાનની હાલત જોઇને સૌકોઇ ચિંતામાં છે. ભારત પણ પોતાના માણસો એટલે કે અફઘાનિસ્તાનમાં અટવાયેલા ભારતીયોને લઇ ચિંતામાં છે. તેથી જ તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી કટોકટીના સંદર્ભે વિઝા જોગવાઇઓની સમીક્ષાની સાથોસાથ ઇ-ઇમરજન્સી એક્સ-મિસેલિનિયસ વિઝાની નવી ઇ-વિઝા કેટેગરી શરૂ કરી છે, એનો ઉપયોગ કરીને ભારત આવવા માગતા અફઘાન નાગરિકો ઓનલાઇન અરજી કરી શકશે. 

અફઘાનિસ્તાનમાં સંભવતઃ તાલિબાની હેરાનગતિનો ભોગ બનનાર અને હાલમાં ત્યાં અટવાયેલા હિંદુ અને શીખ પરિવારોને આ નવા વિઝા પ્રારંભિકપણે છ માસ માટે માન્ય રહેશે.

આ પણ વાંચોઃ Terrorists killing BJP leader in J&K: કાશ્મીરમાં ભાજપના વધુ એક નેતાની હત્યા કરીને આતંકવાદીઓ ફરાર, હુમલાખોરોની શોધ જારી- વાંચો વિગત

આ કેટેગરી બનાવવાની પશ્વાદભૂમાં સુરક્ષાનો મુદ્દો રહેલો છે. કાબુલસ્થિત ભારતીય દૂતાવાસ હવે બંધ કરી દેવાયું છે ત્યારે નવા પ્રકારના વિઝા માટેની બધી અરજીઓની ચકાસણી સહિતની પ્રક્રિયા નવી દિલ્હીમાં હાથ ધરાશે.

ઇ-ઇમરજન્સી એક્સ-મિસેલિનિયસ વિઝા શરૂ કરવાનો હેતુ, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતના સંદર્ભમાં ભારતમાં આવવા માટે જરૂરી વિઝાની અરજીઓની પ્રક્રિયાનું કામ ઝડપભેર થઇ શકે એ છે.

Whatsapp Join Banner Guj