Amit shah launched MBBS Course in hindi: હવે MBBS હિન્દી ભાષામાં કરી શકાશે, ગૃહમંત્રી અમિત શાહે બુક લોન્ચ કરી- વાંચો વિગત

Amit shah launched MBBS Course in hindi: નવી શિક્ષણ નીતિના ભાગરુપે પીએમ મોદીએ માતૃભાષા પર જર આપ્યુ છે અને એમબીબીએસનો હિન્દી કોર્સ શરુ કરાયો

નવી દિલ્હી, 16 ઓક્ટોબરઃ Amit shah launched MBBS Course in hindi: દેશમાં પહેલી વખત મધ્યપ્રદેશમાં હિન્દીમાં એમબીબીએસ કોર્સનો પ્રારંભ થઈ ચુકયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કોર્સ લોન્ચ કર્યો હતો.જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના બીજા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

અમિત શાહે કહ્યુ હતુ કે, ભારતના શિક્ષણ જગત માટે આજનો દિવસ બહુ મહત્વનો છે. ઈતિહાસના પાનામાં આ દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થશે.નવી શિક્ષણ નીતિના ભાગરુપે પીએમ મોદીએ માતૃભાષા પર જર આપ્યુ છે અને એમબીબીએસનો હિન્દી કોર્સ શરુ કરાયો છે.મને ગર્વ છે કે દેશમાં મધ્યપ્રદેશની ભાજપ સરકારે તેની પહેલ કરી છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2022 matches in multiplex: હવે તમે સિનેમાઘરોમાં T20 WC લાઇવ માણી શકશો- આ મલ્ટિપ્લેક્સ સિનેમાએ ICC સાથે કર્યો કરાર

તેમણે કહ્યુ હતુ કે, ટેકનિકલ અને મેડિકલ શિક્ષણમાં હિન્દી અભ્યાસક્રમની શુઆત કરીને ભાજપે ઈતિહાસ તો રચ્યો છે પણ તેની સાથે એ લોકોને પણ જવાબ આપ્યો છે જે આ બાબતને અસંભવ ગણાવી રહ્યા હતા.કોઈ પણ વ્યક્તિના વિચારવાની શરુઆત માતૃભાષામાં જ થતી હોય છે.

દુનિયાભરના શિક્ષણ શાસ્ત્રીઓેએ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપ્યુ છે.ભારતમાં મેડિકલની સાથે સાથે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કાયદાનુ શિક્ષણ પણ માતૃભાષામાં શરુ કરાશે.પીએમ મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષો પછી મેડિકલ શિક્ષણમાં ઐતહાસિક પરિવર્તન થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Magician OP sharma passed away: પ્રખ્યાત જાદુગર ઓપી શર્માનું નિધન, ચાહકોમાં શોકની લાગણી

Gujarati banner 01