T20 World Cup 2022 matches in

T20 World Cup 2022 matches in multiplex: હવે તમે સિનેમાઘરોમાં T20 WC લાઇવ માણી શકશો- આ મલ્ટિપ્લેક્સ સિનેમાએ ICC સાથે કર્યો કરાર

T20 World Cup 2022 matches in multiplex: કરાર પ્રમાણે આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ભારતીય ટીમના તમામ ગ્રુપ મેચોનું પ્રસારણ કરવામાં આવશે

મુંબઇ, 16 ઓક્ટોબરઃ T20 World Cup 2022 matches in multiplex: ભારતીય ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ક્રિકેટ રસિકોટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન ભારતના મેચોનો આનંદ હવે સિનેમા હોલમાં બેસીને ઉઠાવી શકશે. ટીમ ઈન્ડિયાની મેચ આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં આવશે. આ માટે આઈનોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) (ICC) સાથે કરાર કર્યો છે.

કરાર પ્રમાણે આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ભારતીય ટીમના તમામ ગ્રુપ મેચોનું પ્રસારણ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ૨૩ ઑક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ કરશે. ગ્રુપ મેચો ઉપરાંત આઈનોક્સમાં સેમિફાઈનલ અને ફાઇનલ મેચ પણ બતાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Magician OP sharma passed away: પ્રખ્યાત જાદુગર ઓપી શર્માનું નિધન, ચાહકોમાં શોકની લાગણી

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશભરના ૨૫થી વધુ શહેરોમાં આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ટીમ ઈન્ડિયાના તમામ મેચોનું પ્રસારણ કરવામાં આવશે. આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપની આઠમી સીઝન ૧૬ ઑક્ટોબરથી શરૂ થશે. પહેલાં રાઉન્ડ બાદ સુપર-૧૨ના મુકાબલા ૨૨ ઑક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ મુકાબલો ૧૩ નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાશે. આઈનોક્સ લીઝરના ચીફ ઑપરેટિંગ ઑફિસર આનંદ વિશાલે કહ્યું કે સિનેમાઘરોમાં ક્રિકેટની સ્ક્રીનિંગકરીને અમે દેશની સૌથી પસંદગીની રમત એવી ક્રિકેટ સાથે વિશાળ સ્ક્રીન અનુભવ અને અવાજના રોમાંચને એક સાથે લાવી રહ્યા છીએ. ટી-૨૦ વર્લ્ડકપનો ઉત્સાહ અને તેની ભાવના લોકો સાથે જોડાઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, આઈનોક્સના દેશમાં ૧૬૫ મલ્ટીપલેક્સ છે. તે ૭૪ શહેરોમાં ૭૦૫ સ્ક્રીન ઉપર ફિલ્મોને બતાવે છે. આખા ભારતમાં તેની બેઠકોની સંખ્યા ૧.૫૭ લાખ છે. આ વર્ષે માર્ચમાં આઈનોક્સ લીજર અને પીવીઆરે વિલયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Manoj Singh Mandavi passed away: છત્તીસગઢ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મનોજ સિંહ મંડાવીનું હાર્ટ એટેકથી નિધન, વાંચો વિગત

Gujarati banner 01