Covishield allowed

Australia approves covishield: ઓસ્ટ્રેલિયાએ મુસાફરો માટે કોવિશીલ્ડ વેક્સીનની આપી માન્યતા, વાંચો વિગત

Australia approves covishield: ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘માન્યતા પ્રાપ્ત રસી’ તરીકે જાહેર કર્યું

નવી દિલ્હી, 01 ઓક્ટોબરઃAustralia approves covishield: કોવિડશિલ્ડની વેક્સીન લીધી હોય અને ઓસ્ટ્રેલિયાની મુસાફરી કરવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત રસી કોવિશિલ્ડને મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘માન્યતા પ્રાપ્ત રસી’ તરીકે જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયાના થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ સેફ્ટી ડેટાનું મૂલ્યાંકન કર્યા બાદ ભારતની કોવિશિલ્ડ અને ચીનની કોરોનાવૈક (સિનોવાક) રસીને “માન્ય રસી” તરીકે સૂચિબદ્ધ કરી છે

એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે કોવિશિલ્ડને ઓસ્ટ્રેલિયાએ માન્યતા પ્રાપ્ત રસીનો ભાગ માની છે.. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે ભારત નિર્મિત વેક્સિનને માન્યતાથી ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા જવામાં મદદ મળશે કે નહીં.. કારણ કે ભારતીય વેક્સિનેશન સર્ટીફિકેટના સત્યાપનનો પેંચ હજુ પણ ફસાયેલો છે.

આ પણ વાંચો: Miss Universe india 2021: મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj