ambaji garba

Chacharchowk Garba cancel: નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા; સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ..

Chacharchowk Garba cancel: ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોક માં ગરબા નો કાર્યક્રમ મુલતવી રખાયો….પણ મંદિર ખુલ્લુ રહેશે….

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૧ ઓક્ટોબર:
Chacharchowk Garba cancel: માં અંબે નું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે ને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પણ આ વખતે નવરાત્રિને કોરોના નું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે

જોકે રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોક માં હજારો ની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યા માં લોકો એકત્રિત થાય તો કોરોના નું સંક્ર્મણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષ થી મંદિર ચાચરચોક માં ગરબા નું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબા નો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળ અંબાજીના પ્રમુખ મહેશભાઈ પંડ્યા એ જણાવ્યુ હતુ

Ambaji temple darshan

જોકે મંદિર ચાચરચોક માં ગરબા નું કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિર માં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે ને પ્રથમ નવરાત્રી એ નિજ મંદિર માં શુભ મુહર્ત માં ઘટ સ્થાપન કરી જવેરા વાવવા નો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે જમાવ્યુ હતુ

આ પણ વાંચો…Miss Universe india 2021: મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી- વાંચો વિગત

ambaji pagpala sangh dhwaja

જોકે ગતવર્ષે કોરોના મહામારી ને લઈ ગરબા ના કાર્યક્રમ સહીત મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું પણ ચાલુ વર્ષે કોરોના મહામારી માં થોડી રાહત થતા દર્શનાર્થીઓ માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ ખેલૈયાઓ આ વર્ષે પણ માતાજી ના ચોક માં ગરબા નો આનંદ નહીં માણી શકે………..

Whatsapp Join Banner Guj