Garib kalyan ann yojna

Benefits of Govt yojna: સરકારની ત્રણ યોજનાઓથી બદલાયુ એક ગરીબ મહિલાનું જીવન

Benefits of Govt yojna: સરકારની ત્રણ યોજનાઓથી બદલાયુ એક ગરીબ મહિલાનું જીવન : દીકરાને RTE હેઠળ શાળા પ્રવેશ, ગંગાસ્વરૂપ સહાય હેઠળ પેન્શન અને રાહત દરે અનાજથી ભાવનાબેનનું જીવન સરળ બન્યું

  • જ્ઞાન, સંવેદના અને અન્ન ના ત્રિવેણી સંગમે ભાવનાબેનના જીવનમાં ઉજાસ પાથર્યો

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ ,૦૪ ઓગસ્ટ:
Benefits of Govt yojna: અમદાવાદના ગીરધરનગરમાં રહેતા 29 વર્ષના ભાવનાબેન દંતાણી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આઠ વર્ષ પહેલા તેમના પતિનું આક્મિક અવસાન થયું હતુ.એક વર્ષના દિકરા રોહિતને લઇને ભાવનાબેન ચિંતીત હતા. તેમને ભવિષ્યની જવાબદારીઓની ચિંતા સતાવતી હતી. આ કપરી પરિસ્થિતિમાં ભાવનાબહેનને ત્રણ સરકારી યોજનાનો સાથ મળ્યો. દિકરાને ભણાવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) નો કાયદો તેમનો સહારો બન્યો. દિકરા રોહિતને શાહીબાગની એક ખાનગી શાળામાં પ્રવેશ મળતા રોહિતના ભણતરનો ભાર ભાવનાબેનના શીરેથી હળવો થયો.

Benefits of Govt yojna: ભાવનાબેનને કોરોનાકાળમાં ગંગાસ્વરૂપ પેન્શન સહાય યોજનાની જાણકારી મળી. જેનો લાભ મેળવવા તેમણે ફોર્મ ભર્યુ અને તેમને ત્વરીત લાભ મળવાનો શરૂ થયો.આજે તેમને પેન્શનની રકમ ડી.બી.ટી. મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. જેના કારણે ભાવના બેનના જીવનની આર્થિક ભીંસ હળવી બની છે.

Bhavna ben,Benefits of Govt yojna

ભાવનાબેનને શિક્ષણ અને આર્થિક સહાય (Benefits of Govt yojna) તો મળી હતી હવે પ્રશ્ન ભરણપોષણનો હતો.રાજ્યમાં કોરોનાના કપરો કાળ શરૂ થયો ત્યારે તેણે અનેક લોકોના જીવન બદલી નાંખ્યા. ખાસ કરીને છૂટક મજૂરી કામ કરી પેટીયુ રળતા લોકોનું જીવન અધરૂ બની ગયું હતુ. વ્યક્તિ કામ કરવા તૈયાર હોય તો પણ રોજગારી ક્યાં હતી ? આ સંજોગોમાં બે ટંકનું પૂરૂ કંઇ રીતે કરવું તેની ચિંતા ભાવનાબેનને સતાવી રહી હતી.આ જ સમયે તેમને એન.એફ.એસ.એ. દ્વારા રાહતદરે મળતા અનાજની અંગેની જાણ થઇ.અને તેના લાભ માટેની પ્રક્રિયા પૂર્ણ કરતા તેમને રાહતદરે અનાજ મળતું શરૂ થયું.

આ પણ વાંચો…Jamnagar Annotsav divas: જામનગર વોર્ડ ૨ માં અન્નોત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો

ભાવનાબેન દંતાણી (Benefits of Govt yojna) આજે જ્યારે અમદાવાદના શાહીબાગની પ્રિતમપુરા પ્રાથમિક શાળામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ના સહાય વિતરણ કાર્યક્રમમાં આવ્યા ત્યારે ભાવુક બનીને તેઓએ વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે, કોરોનાકપરા કાળમાં ગુજરાન ચલાવવું અત્યંત કપરૂ બની ગયુ હતુ. છૂટક મજૂરી કામ પણ બંધ થયું હતુ.

તેવામાં રાજ્ય સરકાર દ્વારા મળતું પેન્શન જ એક માત્ર સહારો હતો. પરંતુ એવામાં સરકાર દ્વારા રાહત દરે અનાજ આપવાની પહેલે અમારા અંધકાર તરફ ધરેલાઇ રહેલા જીવનમાં ફરી વખત ઉજાસ પાથર્યો છે. જે માટે હું રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ ગુજરાત સરકારની હંમેશા ઋણી રહીશ.

Whatsapp Join Banner Guj

નોંધપાત્ર બાબત છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. પાંચ વર્ષ સૌના સાથ અને સૌના વિકાસના પૂર્ણ થયા છે. જે અંતર્ગત રાજ્ય ભરમાં વિવિધ દિવસોના આયોજન કરીને સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે.આ સેવાયજ્ઞના પ્રથમ ત્રણ દિવસ એટલે કે જ્ઞાન દિવસ, સંવેદના દિવસ અને અન્ન દિવસને ખરા અર્થમાં સાર્થક કરતું ભાવનાબેનનું જીવન રાજ્ય સરાકારની સંવેદનશીલતાની ઝાંખી કરાવે છે.