vdr garib kalyan yojna

Mukhymantri bal seva yojna: કોરોનામાં પતિ(વાલી) ના અવસાન; મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાયની જોગવાઇનો ટેકો મળતાં રાહત થઈ

Mukhymantri bal seva yojna: કોરોનામાં પતિ(વાલી) ના અવસાનથી સરોજબેન અને રાજપુરના મુવાડાના મહિલા અને તેમના સંતાનોના માથે જાણે આભ ફાટ્યું:મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની એક વાલીના અવસાનમાં સહાયની જોગવાઇનો ટેકો મળતાં રાહત થઈ

  • માસૂમ પૌત્રની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ હૃદયની શસ્ત્રક્રિયા માટે નોંધણી થતાં દાદા ખુશખુશાલ
  • ડેસર તાલુકામાં સંવેદના દિવસ સેવાયજ્ઞ હેઠળ યોજાયેલો સેવા સેતુ સંવેદના કથાઓથી છલકાયો

અહેવાલ : સોનાલી ફેલો
વડોદરા: ૦૪ ઓગસ્ટ
: Mukhymantri bal seva yojna: પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના સેવાયજ્ઞ હેઠળ ડેસર તાલુકાના વાલાવાવ ગામે યોજાયેલો સેવા સેતુ જાણે કે સંવેદના કથાઓથી છલકાયો હતો. અહીં વિપદા માં ફસાયેલા પરિવારોને સરકારી યોજનાઓની હુંફ આપવાનું કામ થયું તો કેટલાક કિસ્સા ઓમાં નાના નાના કામો માટે છેક સેવા સદન સુધી દોડવાની ગ્રામજનોની હાલાકીનું નિવારણ થયું.પરિણામે સહુના ચહેરાઓ પરથી ચિંતાની લકીરો હટી અને રાહતનું સ્મિત રેલાયું.

આમ તો સંવેદનશીલ રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાઓ સરળ અને પારદર્શક બનાવી છે.ઇ સેવા સેતુ હેઠળ સરકારી સેવાઓ ગામની પંચાયત કચેરીમાં ઉપલબ્ધ કરાવી છે. તેમ છતાં, સેવા સેતુ લોકોના નાના નાના કામોના નિરાકરણમાં ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે.

તેનું કારણ કદાચ એ હશે કે સેવા સેતુ સરકારી કચેરીના શુષ્ક વાતાવરણમાં નહિ પણ મુશ્કેલીઓનો સકારાત્મક હલ શોધવાની પ્રતિબદ્ધતા ના,અરજદારોની સેવા કરવા અને એમને સરકારની હૂંફની અનુભૂતિ કરાવવાના ઉષ્માભર્યા પર્યાવરણમાં યોજાય છે. વાલાવાવના સેવા સેતુમાં લોકોના નાના કામો તકલીફ વગર કરી આપવાની સંવેદનાની અનુભૂતિ કરાવતા કેટલાંક કિસ્સાઓ જાણવા જેવા છે.

Mukhymantri bal seva yojna, vadodara

કોરોનાએ માતાપિતા પૈકી એક વાલી નું છત્ર છીનવ્યું તો સરકારી યોજનાએ ટેકો કર્યો.

બોડકના મુવાડાના સરોજબેન અને રાજપુરના મુવાડાના મહિલાના પતિ કોરોનામાં અવસાન પામ્યા.પરિણામે ઘરના આધાર સમા પિતાના અવસાનથી જાણે કે માં અને સંતાનોના માથે આભ ફાટ્યું. જો કે સેવા સેતુમાં આ બંને પરિવારના બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભો માટે નોંધણી કરવામાં આવી જેથી આ પરિવારોને ઘણી મોટી રાહત થવાનો માર્ગ ખુલ્યો. રાજ્ય સરકારે આ ખૂબ સંવેદનશીલ યોજના કોરોનામાં માતા અને પિતા બંનેનું છત્ર ગુમાવનારા બાળકોને માસિક સહાય આપવા માટે શરૂ કરી છે.

આ પણ વાંચો…Benefits of Govt yojna: સરકારની ત્રણ યોજનાઓથી બદલાયુ એક ગરીબ મહિલાનું જીવન

તે પછી કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકોની હાલત પણ કફોડી હોવાનું ધ્યાનમાં આવતા તેમનો સમાવેશ પણ યોજના હેઠળ કરવામાં આવ્યો અને આવા કિસ્સામાં માસિક સહાયની અલાયદી જોગવાઈ કરવામાં આવી. સરોજબેનને ચાર સંતાનો છે, મહિલાને એક બાળકી તુલસી છે અને તેમના પરિવારોએ રોજીરોટી રળનારને ગુમાવ્યા છે. હવે ઉપરોક્ત યોજના હેઠળ તેમની નોંધણી કરીને નિર્ધારિત રકમ માસિક સહાય પેટે અને છેક પુખ્ત વયના થતાં સુધી આપવાની તજવીજ કરવામાં આવી છે.સરકારની સંવેદના આફતના ટાણે આ અસહાય બાળકોનો આધાર બની છે.

માસૂમ પૌત્રની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ હૃદયની શસ્ત્રક્રિયા માટે નોંધણી થી દાદા ખુશખુશાલ
વાલાવાવ પાસેના તુલસી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલના પૌત્ર ને હૃદયના વાલવમાં કાણું હોવાથી તેઓ મૂંઝવણમાં હતા. દોઢ વર્ષના માસૂમ નો જીવ બચાવવા અને તંદુરસ્ત જીવન માટે ખર્ચાળ શસ્ત્રક્રિયા કરાવવી પડે. કોઈએ એમને સેવા સેતુમાં જવા અને મુશ્કેલીની રજૂઆત કરવા માર્ગદર્શન આપ્યું. અહીં તેમના પૌત્રની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે જરૂરી શસ્ત્રક્રિયા માટે નોંધણી કરવામાં આવી.હવે ખર્ચ વગર પૌત્રની સારવાર થશે,તેને નવું જીવન મળશે એ વિચાર થી તેમની ચિંતા દૂર થઈ છે અને તેમના ચહેરા પર ખુશાલી પ્રગટી છે.

Whatsapp Join Banner Guj

વસંતકુમારની રેશનકાર્ડમાં નામ દાખલ કરાવવા સેવા સદન જવાની વિપદા ટળી.
વાલાવાવના વસંતકુમારને રેશનકાર્ડમાં નામ દાખલ કરાવવું હતું.તેમને મૂંઝવણ હતી કે છેક ડેસર ગામે સેવા સદનમાં જવું પડશે ,કામ એકવારમાં નહિ પતે તો ધક્કા ખાવા પડશે અને ખર્ચો થશે. ત્યાં જ સંવેદના દિવસ સેવા સેતુ તેમના ગામમાં જ યોજાયો.જાણે કે ઘેર બેઠા ગંગા આવી. અહીં તેમનું નામ ધરમ ધક્કા,સમય અને નાણાંના ખર્ચ વગર રેશનકાર્ડમાં દાખલ થઈ ગયું. આનંદિત વસંતકુમારે જણાવ્યું કે સેવા સેતુથી મારા ગામના લોકોના અટકેલાં કામો સહેલાઇથી થઈ ગયાં.ગામ લોકોને તેનાથી ખૂબ ફાયદો થયો છે.

આધારકાર્ડમાં દીકરીના નામમાં સુધારો કરાવવાનું કામ ચપટીમાં પતી ગયું.
વાલાવાવના દિનેશ રબારીની દીકરી વૈષ્ણવી ના આધારકાર્ડમાં દાખલ નામમાં ભૂલ હતી. સુધારો કરાવવો જરૂરી હતો.સેવા સેતૂમાં આ કામ ચપટીમાં પતી ગયું. એમણે કહ્યું કે આ નાના પણ અગત્યના કામ માટે સેવા સદન સુધી લાંબા થવું પડતું.સમય અને ભાડું ખરચાતું. એ બધું બચ્યું અને સેવા સેતુ થી ગામમાં જ કામ થઈ ગયું. અત્રે નોંધ લેવી પડે કે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રો દ્વારા અરજદારોના કામના સ્થળ પર અને હકારાત્મક નિકાલના અભિગમ સાથે જ સેવા સેતુ યોજવામાં આવે છે.આ સંવેદનશીલતાને લીધે સેવા સેતુ આયોજનો ગ્રામજનો માટે આનંદનો અવસર બન્યા છે.