Nirmala sitaraman budget 21

BUDGET 2021:ઈન્કમ ટેક્સમાં નથી થયો કોઇ બદલાવ,75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સને IT રિટર્ન ભરવામાંથી મળ્યો છૂટકારો

BUDGET 2021 વિશે વાંચો ટૂંકમાં કોને થયો લાભઃ હોમ લોનના વ્યાજમાં 1.5 લાખ રુપિયાની જોગવાઇ, તો બીજી તરફ તમિલનાડુ, કેરણ, બંગાળ અને આસામમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 2.27 લાખ કરોડ રૂપિયાનો ખર્ચની જાહેરાત

Nirmala sitaraman budget 21

બિઝનેસ ડેસ્ક, 01 ફેબ્રુઆરીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ (BUDGET 2021)રજૂ કરી દીધું છે. અત્યાર સુધીની જાહેરાતોમાં સ્વાસ્થય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી થનાર 4 રાજ્યો તમિલનાડુ, કેરણ, બંગાળ અને આસામમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 2.27 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. તેમાં બંગાળ કરતા વધારે ફોકસ તમિલનાડુ પર કરવામાં આવ્યું છે. તો આવો નજર કરીએ, આજે જાહેર થયેલા બજેટ પર….

BUDGET 2021: ચૂંટણી વાળા 3 રાજ્યો માટે

  • ભારતમાલા પ્રોજેક્ટ માટે 3.3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યાં છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમિક કોરિડોર બનાવાશે. 3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે.જેનું કંન્ટ્રક્શન આગામી વર્ષે શરૂ થશે.
  • 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. જેના હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં આની પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
  • બંગાળમાં 25 હજાર કરોડના ખર્ચે હાઈવે બનશે. કોલકાતા-સિલીગુડી રોડનું અપગ્રેડેશન થશે. 34 હજાર કરોડ રૂપિયા આસામમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.
Whatsapp Join Banner Guj

BUDGET 2021: ડિવિડન્ડ પેમેન્ટ પર હવે TDS નહીં લાગે
દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે.

BUDGET 2021: ટેક્સ સાથે જોડાયેલી મોટી જાહેરાતો

  • આઝાદીના 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના સીનિયર સિટીઝન્સને રાહત આપવા માંગીએ છીએ. તેમણે હવે IT રિર્ટન ભરવાની જરૂર નથી.
  • અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. તેને હવે ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં 50 લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે.
  • 85 હજાર કરોડ રૂપિયાના ટેક્સ ડિસ્પ્યૂટ તાજેતરમાં જ ખતમ થયા છે. ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, 50 લાખ સુધીની આવક અને 10 લાખ સુધીની વિવાદિત ઈનકમ વાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્યૂનલ બનશે.
  • અત્યારે જો ટર્નઓવર 1 કરોડથી વધારે થઈ જાય તો ટેક્સ ઓડિટ કરવાનું થશે. 95% ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે 5 કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. તેને વધારીને હવે 10 કરોડ કરવામાં આવી રહ્યું છે.
Whatsapp Join Banner Guj

BUDGET 2021: ખેડૂતો માટે

  • 2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.
  • એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી એપીએમસીની પણ પહોંચ હશે. કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવાશે. તમિલનાડુમાં મલ્ટીપર્પજ સી-વિડ પાર્ક બનાવાશે.

BUDGET 2021: ગરીબો માટે

  • વન નેશન, વન રેશન કાર્ડને 32 રાજ્યોમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે.
  • ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.

BUDGET 2021: એજ્યુકેશન માટે

  • NGO, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાઓની શરૂઆત થશે.
  • લદ્દાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યૂનિવર્સિટી બનાવાશે.
  • આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય મોડલ શાળામાં સુવિધાઓમાં સુધારા થશે.
  • અનૂસૂચિત જાતિના 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચ થશે.
  • આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ લવાશે.
Whatsapp Join Banner Guj

BUDGET 2021: ઈન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટર માટે

  • ઈન્સ્યોરન્સ એક્સ 1938માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને 49%થી વધારીને 74% કરવામાં આવશે.
  • IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે.
  • સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છૂટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.

BUDGET 2021: હેલ્થ માટે

  • ન્યૂટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાય વધારવામાં આવશે
  • શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે
  • નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. તેમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.
  • 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.
  • 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.
  • ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.

BUDGET 2021:ઈન્ફ્રાસ્ટ્રકચર માટે

  • ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે ડેવલોપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટની જરૂરિયાત છે. તેના માટે એક બિલ લાવવામાં આવશે. 20 હજાર કરોડ રૂપિયા તેની પર ખર્ચવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય.
  • પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન આપવામાં આવશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. તેનું એક ડેશબોર્ડ બનશે જેથી આ મામલાઓ પર નજર રાખી શકાય.
  • નેશનલ હાઈવેઝ ઓથોરિટીઝ પણ આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે. રેલવે પણ ફ્રેટ કોરિડોરને મોનેટાઈઝ કરશે. આગળ જે પણ એરપોર્ટ બનશે, તેમાં પણ મોનેટાઈઝેશન પર ધ્યાન આપવામાં આવશે.
Whatsapp Join Banner Guj

BUDGET 2021: રેલવે માટે

  • રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે. જેથી ફ્યૂટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન 2022 સુધી ઈર્સ્ટન અને વેર્સ્ટન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેખ્સન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.
  • ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવલ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યૂચર રેડી કોરિડોર બનાવવામાં આવેશે. ડિસેમ્બર 2023 સુધી 100 ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
  • વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલોપ થશે.
  • 1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યાં છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.

BUDGET 2021: મેટ્રો માટે

  • શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસો તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.
  • 702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.
  • કોચ્ચિમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.
  • બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Corona vaccine: કોરાનાની રસી લીધા બાદ સફાઇ કર્મીનું મોત, રાજ્યની પ્રથમ ઘટના- તપાસ શરુ