HSC board

Cancel Admission: આ રીતે ધો. 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હશે તો એડમિશન થશે રદ, DEO કચેરી દ્વારા આપવામાં આવ્યો આદેશ- વાંચો શું છે મામલો?

Cancel Admission: બોર્ડે હવે સ્કૂલોને જરુરી કાર્યવાહી કરીને આવાં કેસમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવા માટે આદેશ આપ્યો છે

ગાંધીનગર, 09 સપ્ટેમ્બરઃ Cancel Admission: ગુજરાત બોર્ડની સંખ્યાબંધ સ્કૂલોએ બેઝિક મેથેમેટિક્સ સાથે ધો.૧૦ સાથે બેઝિક મેથેમેટિક્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને ધો.૧૧માં સાયન્સમાં પ્રવેશ આપી દીધો હોવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના ધ્યાન પર આવ્યું છે.

જેના પગલે બોર્ડે હવે સ્કૂલોને જરુરી કાર્યવાહી કરીને આવાં કેસમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવા માટે આદેશ આપ્યો છે. જો કે આવાં વિદ્યાર્થીની અને તેમને પ્રવેશ આપનાર સ્કૂલોની સંખ્યા કેટલી છે તે જાણી શકાયું નથી. વડોદરાની સ્કૂલોને પણ જો આ રીતે કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોય તો પ્રવેશ રદ કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Saurashtra heavy rain: ભાદરવો ફળ્યોઃ સાર્વત્રિક 1થી 10 ઈંચ સાર્વત્રિક મેઘવર્ષા, હજુ આટલા દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાત બોર્ડની માધ્યમિક સ્કૂલોમાં પણ હવે ધો.૧૦માં બેઝિક મેથેમેટિક્સ અને સ્ટાન્ટર્ડ મેથેમેટિક્સ એમ બે વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી કરવાનો નિયમ અમલમાં મુકાયો છે. આ નિયમ સેન્ટ્રલ બોર્ડમાં પહેલેથી જ લાગુ છે. જેના ભાગરુપે ધો.૧૦માં જે વિદ્યાર્થી બેઝિક મેથેમેટિક્સ સિલેક્ટ કરે તેને ધો.૧૧માં કોમર્સ કે આર્ટસમાં પ્રવેશ આપવામાં આવે છે

2020-21 માં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત બોર્ડની સ્કૂલોને એક વર્ષ માટે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાં બેઝિક મેથ્સ સાથે ધો.૧૦ વિષય પાસ કરનારા વિદ્યાર્થીઓને ધો.૧૧માં સાયન્સમાં પ્રવેશ આપવાની છૂટ અપાઈ હતી.

આ પણ વાંચોઃ kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

જો કે આ વર્ષે પણ ગુજરાતની બોર્ડની સ્કૂલોએ સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને આ જ રીતે પ્રવેશ આપી દીધો હોવાથી બોર્ડે હવે સ્કૂલોને આ પ્રકારના મામલામાં કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. સાથે-સાથે બોર્ડ દ્વારા સ્કૂલોને એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પાઠય પુસ્તક એક જ રહેશે અને શાળાઓએ ગણિત ભણાવવાની પધ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. પરીક્ષામાં બંનેના પેપર અલગ અલગ રહેશે અને બોર્ડે જાહેર કરેલી પેપર સ્ટાઈલ પ્રમાણે આ પેપર સેટ કરવામાં આવશે. શાળાઓએ ધો.૧૦ની બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિકલ્પ પસંદગીનુ ધ્યાન રાખવાનું રહેશે.

Whatsapp Join Banner Guj