Rain pic 1

Saurashtra heavy rain: ભાદરવો ફળ્યોઃ સાર્વત્રિક 1થી 10 ઈંચ સાર્વત્રિક મેઘવર્ષા, હજુ આટલા દિવસ ભારે વરસાદની આગાહી

Saurashtra heavy rain: સૌરાષ્ટ્ર પરથી આગળ વધતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર ભારે વરસાદ થયો હતો જ્યાં સૂત્રાપાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ, માણાવદરમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે

અમદાવાદ, 09 સપ્ટેમ્બરઃ Saurashtra heavy rain: શક્તિશાળી બનેલી લો પ્રેસર સીસ્ટમ દક્ષિણ ગુજરાત થઈને આજે સૌરાષ્ટ્ર પરથી આગળ વધતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર ભારે વરસાદ થયો હતો જ્યાં સૂત્રાપાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ, માણાવદરમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ રાત્રિના આઠ સુધીમાં ૧ ઈંચથી ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો અને કૃષિક્ષેત્રે વ્યાપક રાહત પહોંચી છે તેમજ જળાશયોમાં પણ નવા નીર આવવા શરૂ થયા હતા.

Saurashtra heavy rain: સોરઠ પંથકમાં માણાવદરમાં ૭ ઈંચ અને તમામ તાલુકામાં ૩થી ૬ ઈંચ, સોમનાથ જિલ્લામાં ૪થી ૧૦ ઈંચ વરસાદ વરસી જતા અને અનેક જળાશયોમાં ધોધમાર આવક શરૂ થતા કૃષિની સાથે પાણી પ્રશ્ને પણ રાહતની લાગણી છવાઈ છે. મોડી રાત્રિના પણ સૌરાષ્ટ્રમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

આ પણ વાંચોઃ kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

ગીર જંગલથી હર્યા ભર્યા જુનાગઢ જિલ્લામાં માણાવદર ૭ ઈંચ ઉપરાંત ભેંસાણમાં ૫.૫૦ ઈંચ, વિસાવદર અને માળીયા હાટીનામાં ૫ ઈંચ, કેશોદ અને વંથલી તાલુકામાં ૪ અને જુનાગઢ, મેંદરડા અને માંગરોળ તાલુકામાં ૩ ઈંચ વરસાદથી ધરતી તરબતર થઈ છે અને ઠેરઠેર પાણી ભરાયા હતા.જુનાગઢ પાસે ગરવા ગીરનાર પરથી જળધોધ વહેતા રમણીય દ્રશ્ય સર્જાયું હતું અને ભવનાથ તળેટીએ પણ પાણી ભરાયા હતા.માણાવદર પાસેના બાંટવો ખારો ડેમ છલકાયો હતો જ્યારે જુનાગઢ પાસેનો વિલિગ્ડન ડેમ ઓવરફ્લોમાં બે ફૂટ બાકી રહ્યો છે

Whatsapp Join Banner Guj