shankar somvar

kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

kevda teej: ભાદરવા મહિનાનો આ દિવસ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ છે

ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ kevda teej: 9 સપ્ટેમ્બર, એટલે કે આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ ઊજવવામાં આવે છે. ભાદરવા મહિનાનો આ દિવસ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ છે. આ દિવસે ત્રીજ હોવાથી મહિલાઓ સૌભાગ્ય, સમૃદ્ધિ અને પતિના લાંબા આયુષ્યની કામના માટે શિવજી સાથે દેવી પાર્વતીની પૂજા અને વ્રત કરશે. સાથે જ આ દિવસે રોગ-દોષ અને પરેશાનીઓથી મુક્તિ માટે ભગવાન વિષ્ણુના શક્તિશાળી વરાહ અવતારની પૂજા પણ કરવામાં આવશે.

કેવડા ત્રીજ હોવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવશે. આ દિવસે મહિલાઓ સૌભાગ્ય, સમૃદ્ધિ અને પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખશે. આ દિવસે વિષ્ણુજીના ત્રીજા અવતાર એટલે ભગવાન વરાહની પૂજા કરવામાં આવશે. ગુરુવાર, ભગવાન વિષ્ણુનો દિવસ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે.

આ પણ વાંચોઃ Two ferries collide in Nimatighat: આસામના નિમતીઘાટ પાસે બની દુર્ઘટના, બોટમાં સવાર કેટલાક લોકો લાપતા- રેસક્યુ ઓપરેશન ચાલુ

કેવડા ત્રીજ-
આ દિવસે મહિલાઓ નિરાહાર રહીને સાંજના સમયે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી પાર્વતી અને શિવજીની માટીથી મૂર્તિ બનાવીને પૂજાની સંપૂર્ણ સામગ્રીથી ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરે છે. સુહાગનો સામાન માતા પાર્વતીને ચઢાવવાનું વિધાન આ વ્રતનું મુખ્ય લક્ષ્ય છે. જેના ફળ સ્વરૂપ સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને માતા પાર્વતી સમાન સુખ પૂર્વક પતિ રમણ કરીને શિવલોકને પ્રાપ્ત કરે છે.

ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર-
ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર લીધા છે. મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ છે. આ અવતારમાં ભગવાન વિષ્ણુનું મુખ જંગલી સૂઅર જેવું હતું. આ અવતાર દ્વારા મનુષ્યના શરીર સાથે પરમાત્માના પહેલાં પગલા ધરતી ઉપર પડ્યાં. મુખ સૂઅરનું હતું, પરંતુ શરીર મનુષ્યનું હતું. તે સમયે હિરણ્યાક્ષ નામના દૈત્યએ પોતાની તાકાતથી સ્વર્ગ ઉપર કબજો કરીને સંપૂર્ણ ધરતી ઉપર અધિકાર કરી લીધો હતો. ભગવાન વરાહે તે રાક્ષસને મારીને ધરતીને બચાવી હતી.

Whatsapp Join Banner Guj