Cancer seminar

Cancer Vigilance Seminar: ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમ કેન્સર સામે સતર્કતા પરિસંવાદ યોજાયો

Cancer Vigilance Seminar: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સયાજી હોસ્પિટલના ઓંકોલોજી વિભાગને કેન્સરની સારવાર ના રૂ.૨૫ કરોડની કિંમતના અદ્યતન સાધનોથી સુસજ્જ કર્યો છે: ડો.ગોયલ

  • કેન્સર અંગે ખોટી માન્યતાઓથી બચી વહેલું રોગ નિદાન કરાવી સારવાર લેવી જોઈએ: જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ


Cancer Vigilance Seminar: ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે કેન્સર સામે સતર્કતા અંગે કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં કલેક્ટર આર.બી. બારડની પ્રેરક ઉપસ્થિતિમાં પરિસંવાદ યોજાયો હતો.

આ પરિસંવાદમાં (Cancer Vigilance Seminar) કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું કે, કેન્સર બિમારી પીડિત હોવાનુ સામે આવતા લોકો ભાંગી પડે છે. પણ આધુનિક સંશોધન અને સારવાર પદ્ધતિથી અને સમયસર રોગ નિદાન કરાવવાથી કેન્સરથી સાજા થઈ શકાય છે. કેન્સર થવામાં વ્યસનો, ખાન પાન, અને તણાવ પણ ભાગ ભજવતા હોય છે. ત્યારે કેન્સર અંગે લોકોમાં ગેરસમજ પણ જોવા મળે છે. તેમજ છેલ્લાં ઘણાં વર્ષોમાં કેન્સરના કેસની સંખ્યા વધતી જાય છે.

ત્યારે આ પ્રકારના પરિસંવાદથી લોકોમાં જાગૃતિનુ સ્તર પણ વધશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કેન્સરની સારવાર અદ્યતન સુવિધાઓ ઉભી કરી છે જેનો લાભ મુશ્કેલીમાં લેવો જોઈએ તેમ ઉમેરતા તેમણે આ પરિસંવાદના આયોજન માટે ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો…3 city development plan approv: વિકાસની દિશામાં CM રૂપાણીનું વધું એક કદમ, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને સરકારની મંજુરી- વાંચો વિગત

સયાજી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડો. અનિલ ગોયલે જણાવ્યુ કે, (Cancer Vigilance Seminar) કેન્સર એક જોખમી બિમારી છે. પણ પુરતી સાવધાની અને સાવચેતી રાખવાથી કેન્સરને કન્ટ્રોલ અને ક્યોર કરી શકાય છે. ખાસ કરીને કેન્સરનુ પ્રારંભિક તબક્કામાં જ નિદાન કરીને તેની ઓળખ કરવામાં આવે તો સારવાર બાદ સાજા થઈ શકાય છે. ગોયલે ઉમેર્યું કે, કેન્સરથી બચવા માટે જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. લોકોએ તમાકુ, આલ્કોહોલ, જંક ફૂડ, વધારે પડતુ તીખુ તળેલું કે અતિશય ખાટા હોય તેવા પદાર્થ લેવાથી દૂર રહેવુ જોઈએ. તેમજ મોઢાં, ગુપ્તાંગોની સ્વચ્છતા જાળવવી પણ એટલી જ આવશ્યક છે.

Cancer Vigilance Seminar

તેમજ બિનજરૂરી એક્સ-રે, સીટીસ્કેન કરાવવાથી પણ દૂર રહેવુ જોઈએ. ઉપરાંત ઓબેસીટી એટલે સ્થૂળતાથી પણ કેન્સર થવાની શક્યતા રહેલી છે. એટલે વજન પર નિયંત્રણ રાખવુ પણ ખૂબ જરૂરી છે. મહિલાઓમાં ૪૦ ટકા જેટલા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સર જોવા મળે છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં મુખ્યત્વે ગર્ભાશયનુ અને શહેરી વિસ્તારમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. તેમ ડો. ગોયલે ઉમેર્યુ હતું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સયાજી હોસ્પિટલના ઓનકોલોજી વિભાગને કેન્સરની સારવાર માટે રૂ.૨૫ કરોડની કિંમતના અદ્યતન સાધનોથી સુસજ્જ કર્યો છે.

Cancer Vigilance Seminar: કેન્સરથી બચવા માટે સમતોલ આહારની સાથે તરબુચ, પપૈયા, લીંબુ, આમળા વગેરે ફળ-શાકભાજી નિયમિત પણ ખાવા જોઈએ. ઉપરાંત બદામ, અખરોટ સહિતના સુકામેવાનુ પણ સેવન કરવુ જોઈએ. આમ, વિટામીન A,C અને E ભરપૂર માત્રામાં લેવા જોઈએ. ગોયલે જણાવ્યું કે, ભારતમાં ખાસ કરીને કેન્સર રોગ અંગે જનજાગૃતિ જોઈએ તેટલા પ્રમાણમાં નથી. એટલે છેલ્લા તબક્કામાં પહોંચેલા કેન્સરને ક્યોર કરવુ ખૂબ મુશ્કેલ બની જતુ હોય છે. આ સાથે ડો.ગોયલે કેન્સર અંગેના દેશ-વિદેશના સંશોધનાત્મક આંકડાઓ રજૂ કરી કેન્સરના પ્રકારો, લક્ષણો અને સારવાર અંગે સમગ્રલક્ષી જાણકારી આપી હતી.

Whatsapp Join Banner Guj

સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાએ પત્રકારો, પ્રબુદ્ધ નાગિરકો અને મહેમાનો આવકારતા જણાવ્યું કે, કેન્સર જેવી ગંભીર બિમારી અંગે લોકોમાં સાચી સમજ ઉભી થાય અને વ્યાપક જનજાગૃતિ ફેલાય તે માટે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા આ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માધ્યમકર્મીની ઉપસ્થિતિથી લોકોમાં કેન્સરથી બચવા અંગે સંદેશો પહોચશે. જેથી આ બિમારીથી બચાવવામાં આ પરિસંવાદ મદદરૂપ બનશે.

આ પરિસંવાદનુ સંચાલન નાયબ માહિતી નિયામક બી.પી. દેસાઈએ કર્યું હતું. તેમજ સહાયક માહિતી નિયામક એસ.જે મિશ્રા, કચેરી અધિક્ષક એસ. બી. સુખડીયા હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.