ધોરણ-12ની પરીક્ષા પર કોલેજમાં એડમિશનને લઇ સુપ્રીમ કોર્ટે CBSE-ICSEની આ નીતિને આપી મંજૂરી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 23 જૂનઃ સીબીએસઈ અને આઈસીએસ(CBSE-ICSE)ઈની ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી હતી. 

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા  CBSE(CBSE-ICSE) એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નથી તેને લેખિત પરીક્ષાનો વિકલ્પ મળશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે આ નીતિ (CBSE-ICSE)પર અરજીકર્તાઓને સૂચન આપવાનું કહ્યું હતું. મોટાભાગના અરજીકર્તા નીતિથી સહમત હતા, પરંતુ એક અરજીકર્તાએ દલીલ આપી કે જ્યારે CLAT અને NEET જેવી પરીક્ષાઓ ફિઝિકલ રીતે થઈ રહી છે તો ધોરણ 12ની પરીક્ષા યોજાવી જોઈએ. કોર્ટે આ માંગને નકારતા કહ્યું કે, 12ની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. NEET કે CLAT સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે. 

Whatsapp Join Banner Guj

કેન્દ્ર તરફથી રજૂ (CBSE-ICSE) થયેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યુ કે, આંતરિક મૂલ્યાંકનના પરિણામની પહેલા જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં છે. તેમને વધુ એક તક મળશે કે તે પરિણામ સુધારવા માટે લેખિત પરીક્ષા પણ આપી શકશે. વેણુગોપાલે કહ્યુ કે, યૂજીસી બધા કોલેજોને નિર્દેશ આપશે કે તે એડમિશન ત્યારે શરૂ કરે જ્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવી જાય. 

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન કમ્પાર્ટમેન્ટ, પ્રાઇવેટ અને પત્રાચર વિદ્યાર્થીઓ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આ કવાયતમાં તેમના વિશે વિચારવામાં આવી રહ્યું નથી. આ વર્ષે તેને કોલેજના એડમિશનમાં સમસ્યા થશે. CBSE એ વિશ્વાસ અપાવ્યો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થઈ જશે. કોર્ટે પોતાના આદેશમાં પણ તેની નોંધ કરી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ રાજ્ય સરકારને આપ્યુ અલ્ટીમેટમ, જો તુવેરદાળની વ્યવસ્થા નહી થાય તો…- વાંચો સંપૂર્ણ વિગત