Chaitar Vasava

Chaitar Vasava: ધારાસભ્ય બન્યા બાદ એક પણ દિવસનો આરામ કર્યા વગર અમે લોકોનું કામ કર્યું છે: ચૈતર વસાવા

Chaitar Vasava: સમગ્ર ગુજરાતમાં લોકો મને એક ધારાસભ્ય તરીકે ઓળખે છે, કારણ કે મેં મારા મત વિસ્તારમાં ખૂબ જ કામ કર્યું છે: ચૈતર વસાવા

  • Chaitar Vasava:ધારાસભ્ય બન્યા બાદ એક પણ દિવસનો આરામ કર્યા વગર અમે લોકોનું કામ કર્યું છે માટે લોકો અમને ઓળખે છે: ચૈતર વસાવા
  • આ ચૂંટણી ફક્ત હું એકલો નથી લડી રહ્યો, આ ચૂંટણી તમામ લોકોએ સાથે મળીને લડવી પડશે અને વધુને વધુ મતદાન કરવું પડશે: ચૈતર વસાવા

અમદાવાદ, 07 માર્ચ:- Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ભરૂચ લોકસભામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સ્વાભિમાન યાત્રા જંબુસર વિધાનસભાના અનેક ગામમાં ફરી હતી. આ દરમિયાન જંબુસર વિધાનસભાના સ્થાનિક લોકોએ ચૈતરભાઇ વસાવાને અને આમ આદમી પાર્ટીને સંપૂર્ણ રીતે સમર્થન આપવાની વાત કરી હતી.

આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું આજે જંબુસરના લોકોનો આશીર્વાદ લેવા આવ્યો છું. હાલ છેલ્લા 30 વર્ષથી જે પાર્ટીના સાંસદ ચૂંટાઈને આવે છે તે પોતાના કામમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. જો આવનારા દિવસોમાં એમને ફરીથી તમે તક આપશો, તો પણ તે તમારા માટે કોઈ કામ કરશે નહીં.

આ પણ વાંચો:- Mahashivratri: શીવ: જીવ ની નીંવ !

હું ડેડીયાપાડા વિધાનસભાનો ધારાસભ્ય છું અને આજની તારીખમાં ફક્ત ડેડીયાપાડા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકો મને એક ધારાસભ્ય તરીકે ઓળખે છે, કારણ કે મેં મારા મત વિસ્તારમાં ખૂબ જ કામ કર્યું છે. ધારાસભ્ય બન્યા બાદ એક પણ દિવસનો આરામ કર્યા વગર અમે લોકોનું કામ કર્યું છે માટે લોકો અમને ઓળખે છે. આજથી કોંગ્રેસ પાર્ટી એ પણ અમને સમર્થન આપીને કહ્યું છે કે તેઓ તન મન ધનથી મને જીતાડવા માટે મદદરૂપ બનશે. આ ચૂંટણી ફક્ત હું એકલો નથી લડી રહ્યો, આ ચૂંટણી તમામ લોકોએ સાથે મળીને લડવી પડશે અને વધુને વધુ મતદાન કરવું પડશે અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન પર બટન દબાવવું પડશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો