IPO

Upcoming IPO: રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક, વધુ એક કંપનીનો આઈપીઓ માર્કેટ- વાંચો વિગત

Upcoming IPO: રોકાણકારોને 18મી માર્ચ સુધી IPO હેઠળ નાણાંનું રોકાણ કરવાની તક મળશે.

બિઝનેસ ડેસ્ક, 07 માર્ચઃ Upcoming IPO: રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક આવીછે. વધુ એક કંપનીનો આઈપીઓ માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે. કંપનીનું નામ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસ છે અને આ કંપની માર્કેટમાં પોતાને લિસ્ટ કરવા માટે આઈપીઓ લઈને આવી રહી છે.

આ પણ વાંચોઃ Skin Bank Started in civil hospital: ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ‘સ્કિન બેંક’ શરૂ, જાણો કોણ સ્કિન ડોનેટ કરી શકશે?

ઉલ્લેખનીય છે કે, કોઈ પણ કંપની શેરબજારમાં પોતાને લિસ્ટ કરવા માટે પહેલા IPO લાવે છે અને ત્યાર બાદ રોકાણકારો સેકન્ડરી માર્કેટમાં કંપનીના શેરમાં પૈસાનું રોકાણ કરે છે. આ કંપની 14મી માર્ચે IPO લઈને આવી રહી છે અને રોકાણકારોને 18મી માર્ચ સુધી IPO હેઠળ નાણાંનું રોકાણ કરવાની તક મળશે.

ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસિસ કંપની ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસનું પ્રારંભિક જાહેર ભરણું એટલેકે IPO 14 માર્ચે ખુલશે. IPO દસ્તાવેજ અનુસાર કંપનીનો ઇશ્યૂ 18 માર્ચે બંધ થશે અને એન્કર રોકાણકારો 13 માર્ચે શેર માટે બિડ કરી શકશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો