1464119901 8726 edited

કમોસમી વરસાદની શક્યતા, ખેડૂતોને સતર્ક રહેવાની હવામાન વિભાગની સૂચના

1464119901 8726 edited

ગાંધીનગર, 09 ડિસેમ્બરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૧૦ અને ૧૧ ડિસેમ્બર દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે, જેને ધ્યાને લઇ ખેડુતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી રાખવા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયુ છે.

whatsapp banner 1

જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ધાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઈ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેમ કે શાકભાજી, ફળો, મરી મસાલા વગેરેના સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેતપાકોમાં શક્ય હોય તો પિયત ટાળવું તેમજ કમોસમી વરસાદ થાયતો જરુરી પાક સંરક્ષણના પગલાં લેવા તેમજ ખેતી ઈનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો…

પાર્થિવ પટેલે નિવૃત્તિની કરી જાહેરાતઃ 18 વર્ષની કારકિર્દી બાદ, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ