mucormycosis patient saayaji 1

Corona medical team: કોરોનામાં મેડીસિન વિભાગ સાથે અને મ્યુકોરમાં ઈ. એન. ટી. વિભાગ સાથે એનેસ્થેસિયા વિભાગે મોખરાના લડવૈયા તરીકે સેવાઓ આપી છે

Corona medical team: ઓપરેશન માટે દર્દીને શીશી સુંઘાડી બેભાન કરતા દાક્તરોના વિભાગ તરીકે ની સામાન્ય ઓળખ ધરાવતો આ વિભાગ મેડિકલ ક્રાઇસિસના મેનેજમેન્ટ માં અતિ વ્યાપક ભૂમિકા ભજવે છે

  • Corona medical team: બીજા વેવમાં એનેસ્થેસિયા વિભાગે અંદાજે 3500 કોરોના રોગીઓના મેડિકલ મેનેજમેન્ટ માં ચાવીરૂપ યોગદાન આપ્યું

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૭ જુલાઈ:
Corona medical team: કોઈ બેભાન થાય તો સામાન્ય રીતે ચિંતાની લાગણી પ્રસરી જાય. પરંતુ જ્યારે ગંભીર રોગના ઈલાજ માટે નિષ્ણાત ડોકટર કોઈ રોગીને બેભાન કરે તો ચિંતા થવાને બદલે આશ્વસ્ત થવાય છે.સર્જરી કે અન્ય પ્રોસીજર માટે દર્દીઓને શીશી સૂંઘાડીને કે ઇન્જેક્શન આપીને પૂરેપૂરા કે શરીરના જે તે અંગો માટે મર્યાદિત બેભાન કરનારા તબીબોને એનેસ્થેટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.યાદ રાખો કે તેમના વગર મોટા ભાગની સર્જરી કે શસ્ત્રક્રિયા કે પ્રોસિજર લગભગ અશકય બની જાય છે.

એટલે કહી શકાય કે (Corona medical team) નિષ્ણાત એનેસ્થેટીસ્ટ શીશી સુંધાડીને બેભાન કરે ત્યારે બેભાન થવું પણ સારું હોય છે.અને દવાખાનામાં આ ખૂબ અગત્યની જીવનરક્ષક જવાબદારી એનેસ્થેસિયા વિભાગ સંભાળે છે. મધ્ય ગુજરાતની સયાજી હોસ્પીટલ નો એનેસ્થેસિયા વિભાગ ભલે સહુથી જૂનો છે પણ એ સારવાર ખૂબ અદ્યતન આપે છે.

મોટી વાત તો એ છે કે (Corona medical team) બરોડા મેડિકલ કોલેજ સંલગ્ન આ વિભાગે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કાર્યરત 1500 થી 2000 નિષ્ણાત એનેસ્થેટીસ્ટ નું ઘડતર કર્યું છે. સામાન્ય વ્યક્તિઓ જેમને શીશી સુંઘાડનારા દાક્તર સાહેબો તરીકે ઓળખે છે તેવા આ મેડિકલ પ્રોફેશનલ ની દર્દીઓની જીવનરક્ષા ભૂમિકા ખૂબ અટપટી અને જવાબદારી ખૂબ ભારે છે જેઓ એનેસ્થેસિયોલોજિસ્ટ તરીકે તબીબી વિશ્વમાં જાણીતા છે.

કોરોના કાળમાં નોન કોવિડ દર્દીઓની તાકીદની શસ્ત્રક્રિયાઓ અને સારવારની સાથે આ વિભાગના તબીબો અને સમગ્ર ટીમે કોવિડ વિભાગમાં બંને લહેરો માં અને તે પછી મ્યુકોરની કટોકટીને મેડિકલી મેનેજ કરવામાં સતત અને અવિરત યોગદાન આપ્યું એવી લાગણી વ્યક્ત કરતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે,આ વિભાગની જવાબદારી ખૂબ વ્યાપક છે.

Corona medical team; દર્દીઓને ઓકસીજન આપવો, વેન્ટિલેટર પર મૂકવા,આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓની સારવાર,ગંભીર દર્દીઓનું એમ્બ્યુલન્સ દ્વારા સ્થળાંતર,તાત્કાલિક સારવાર માટે ઓકસીજન ની સેન્ટ્રલ લાઇનો બિછાવવી,જેવી અનેકવિધ બાબતોમાં મેડીસિન વિભાગની સાથે એનેસ્થેસિયા વિભાગ મહત્વનો ભાગ ભજવે છે.તેની સાથે ઓકસીજનના મેનેજમેન્ટ અને ગંભીર દર્દીઓના મેડિકલ મેનેજમેન્ટમાં સયાજી હોસ્પીટલના આ વિભાગે ખૂબ ચાવી રૂપ યોગદાન આપ્યું છે. આ વિભાગનું યશસ્વી નેતૃત્વ ડો.સ્વાતિ ભટ્ટ કરી રહ્યાં છે.

corona medical team

આ વિભાગના નોડલ અધિકારી અને એસોસિયેટ પ્રોફેસર ડો.મમતા પટેલ, સહ નોડલ અધિકારી ડો. દેવયાની દેસાઈ અને ડો. નેહા શાહ જણાવે છે કે,બીજા વેવમાં દર્દીઓ ની સંખ્યા,યુવાન અને ગંભીર દર્દીઓ ની સંખ્યા, આઇ.સી.યુ.સારવારની જરૂર અને ઓકસીજનની માંગ ખૂબ વધી એટલે સારવારની સાથે ઓકસીજન પુરવઠાના કુશળ મેનેજમેન્ટ અને દર્દીઓની પરિસ્થિતિને અસરના પહોંચે એ રીતે ઓકસીજન ના વપરાશમાં કરકસર ના પડકારો સર્જાયા એનું અમારા વિભાગની ટીમે કુશળ વ્યવસ્થાપન કર્યું એનો અનેરો આનંદ છે.

બીજા વેવમાં સયાજી માં 800 થી વધુ બેડ પર સારવાર આપવામાં આવી,એકી સમયે આટલા બધા દર્દીઓ દાખલ હોય,એમાંથી ગંભીર હાલત વાળા 50 ટકાથી વધુ દર્દીઓને ઓકસીજન સારવારની જવાબદારી ખૂબ અઘરી હતી અને આ વિભાગે નિષ્ઠા સાથે એ જવાબદારી નિભાવી.

Whatsapp Join Banner Guj

એનેસ્થેસિયા વિભાગે માર્ચ થી જુલાઇ તા.15,2021 દરમિયાન સયાજીમાં અંદાજે 3 હજાર અને સમરસમાં અંદાજે 500 જેટલા ગંભીર કે અતિ ગંભીર દર્દીઓની વેન્ટિલેટર,આઇ.સી.યુ. સારવારમાં કોરોનાના જુદા જુદા વૉર્ડ માં અગત્યની ભૂમિકા ભજવી છે. સયાજીમાં કુલ 40 હજાર લિટરની ઓકસીજન ક્ષમતા ધરાવતી બે ટાંકીઓ,70 થી વધુ જંબો સિલિન્ડરો,40 થી વધુ નાના સિલિન્ડરો,150 થી વધુ ઓક્સી. કોન્સેનટ્રેટરસ આ તમામનું કુશળ વ્યવસ્થાપન કરીને આ વિભાગે ક્યારેય ઓકસીજનની તુટ પડવાના દીધી.

અહીં એ પણ નોંધ લેવી પડે કે આટલા મોટા અને વ્યાપક પ્રમાણમાં ઓકસીજનના વપરાશનો સયાજીમાં આ પ્રથમ પ્રસંગ હતો અને આ વિભાગે આ અઘરી કસોટી સફળતા સાથે પાર કરી. આ વિભાગના નેજા હેઠળ અન્ય સંસ્થાઓના તબીબો અને આરોગ્ય કર્મીઓને ઓકસીજન, આઇ.સી. યુ. અને એનેસ્થેસિયા મેનેજમેન્ટની ખૂબ અગત્યની તાલીમ પણ આપી. બેઇલ સર્કિટ જેવી ટેકનિક નો કુશળતાપૂર્વક વિનિયોગ કરીને આ વિભાગે ઓકસીજન કટોકટીના સમયે દૈનિક 2 ટન જેટલા ઓકસીજનની બચત કરીને દાખલો બેસાડ્યો.

આ પણ વાંચો…Jarod health center: સોનોગ્રાફી ની મદદથી સચોટ નિદાન અને જરૂરી તાત્કાલિક શસ્ત્રક્રિયા દ્વારા બે મહિલા દર્દીઓને આપ્યું નવું જીવન: ડો.કલ્પેશ ગઢવી

ડો.મમતા પટેલે જણાવ્યું કે, કોવિડની અને મ્યુકોરની બંને લહેરોમાં અમારા વિભાગના નેજા હેઠળ 45 થી વધુ કન્સલ્ટન્ટ તબીબો,એટલા જ નિવાસી તબીબો,35 થી વધુ ઇન્ટર્ન તબીબો, 20 થી વધુ આયુષ તબીબો એ સયાજી અને સમરસ માં અવિરત સેવાઓ આપી છે.

તેમણે જણાવ્યું કે,સારવાર દરમિયાન અમારા વિભાગના 60 થી વધુ તબીબો જાતે કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈને ફરી થી સારવાર સેવાઓ માં વ્યસ્ત રહ્યા. ડો.પીનલ બુમિયા તો બંને લહેરોમાં એક એક વાર સંક્રમિત થયાં અને છતાંય યોગદાન આપતાં રહ્યા.તેમનું રાજ્યના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને યોજાયેલા શક્તિ વંદના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું. કોરોના ના મેડિકલ પ્રબંધનમાં મેડીસિન વિભાગ અને મ્યુકોરના મેડિકલ પ્રબંધનમાં કાન,નાક અને ગળાના વિભાગની સાથે રહીને એનેસ્થેસિયા વિભાગે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયરની પ્રશંસનીય ભૂમિકા ભજવી છે જે અભિનંદનને પાત્ર છે.