school 1605808499 edited e1647265814271

hindi nimn shreni exam: હિન્દી ભાષાની ‘‘નિમ્નશ્રેણી’’ પરીક્ષા આગામી ૨૨,૨૩ અને ૨૪ જુલાઇએ યોજાશે- વાંચો વિગત

hindi nimn shreni exam- કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે : માસ્ક સિવાય ઉમેદવારોને પ્રવેશ મળશે નહી

અહેવાલ- દિલીપ ગજ્જર

ગાંધીનગર, 17 જુલાઇઃ hindi nimn shreni exam: ભાષા નિયામકની કચેરી દ્વારા લેવાતી હિન્દી ભાષાની ‘‘નિમ્નશ્રેણી’’ની પરીક્ષા આગામી ૨૨,૨૩ અને ૨૪ જુલાઇ-૨૦૨૧ના રોજ સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે. ઉમેદવારોએ કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ મળશે નહિ એમ ભાષા નિયામકની કચેરીની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર હિન્દી ભાષાની નિમ્નશ્રેણીની પરીક્ષાનું પેપર-૧ તા.૨૨/૭/૨૦૨૧ના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાકે, પેપર-૨ આજ દિવસે બપોરે ૧૫-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન યોજાશે.

આ ઉપરાંત બોલચાલ શ્રેણી અને મૌખિક પરીક્ષા તા.૨૩/૭/૨૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી અને શ્રુતલેખન સાથે મૌખિક પરીક્ષા તા.૨૪/૭/૨૧ના રોજ ૧૧-૦૦ કલાકથી યોજાશે. તો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલી દેવાયા છે. તો અરજદારોએ પ્રવેશપત્ર અને કચેરીના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયુ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Ahmedabad-Rajkot Semi High Speed Rail Project: અમદાવાદ- સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધતા ટ્રાન્સપોર્ટેશનને મળશે વેગ