Cyrus mistry dies

Cyrus mistry death forensic team report: સાયરસ મિસ્ત્રી કાર અકસ્માતને લઇ તપાસ યથાવત, ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Cyrus mistry death forensic team report: અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે સૂર્યા નદીના પુલ પર દેશના યુવા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો

મુંબઇ, 08 સપ્ટેમ્બરઃ Cyrus mistry death forensic team report: રવિવારના દિવસે અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે સૂર્યા નદીના પુલ પર દેશના યુવા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના સમયે તેમની સાથે કારમાં રહેલા પારિવારિક મિત્ર જહાંગીર પંડોલેનું પણ નિધન થયું હતું. સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારના સભ્યો દક્ષિણ ગુજરાતમાં આવેલા પારસીઓના પવિત્ર અગ્ની મંદિરના ગામ ઉદવાડાની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા.

જોકે આ દરમિયાન તેમની હાઈ એન્ડ કારનો અકસ્માત ક્યા કારણે થયો તે અંગે મર્સિડિઝ કંપની અને સરકારની ખાસ ટીમ પોતપોતાની રીતે તપાસ કરી રહી છે. આ દરમિયાન અકસ્માતની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમના પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે કે જે જગ્યાએ અકસ્માત થયો હતો તે બ્રિજની ડિઝાઈનમાં કેટલીક સમસ્યા હોવાનું કહેવામાં આવ્યું છે અને તેના કારણે અકસ્માત થયાનો દાવો કરાયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતના કારણોની તપાસ કરવા માટે નિમવામાં આવેલી 7 સદસ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પાસાઓનું અવલોકન કર્યા બાદ રિપોર્ટમાં જણાવ્યું હતું કે બ્રિજની ભૂલ ભરેલી ડિઝાઈનના કારણે અકસ્માત સર્જાયો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે પુલની રેલિંગની ભિંત રોડ તરફ નીચે વળેલી છે જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનો ટીમનો દાવો હતો.

આ પણ વાંચોઃ Amit Shah Security Lapse in Mumbai: મુંબઈ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, વાંચો શું થઇ ભૂલ?

આ સાથે તેમણે કહ્યું કે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને જીવ એટલા માટે ગુમાવવો પડ્યો કે તેમણે સિટ બેલ્ટ પહેર્યો નહોતો. કારમાં બેઠેલા મિસ્ત્રીએ જો સીટબેલ્ટ પહેર્યો હોત તો એરબેગ ખુલી હોય અને તેના કારણે તેમનો જીવ બચી જવાની શક્યતા રહી હોત. તેવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારના સભ્યો હાઈએન્ડ કાર મર્સિડિઝ બેન્ઝ જીએલસી 220માં બેસીને પ્રવાસ કરતા હતા. આ ગાડીના તમામ સેફ્ટી ફીચર્સ કાર્યરત હતા. આ ગાડીમાં પાછળની સીટ પર બેઠેલા પ્રવાસીઓ માટે સાઈડ કર્ટેન એરબેગ્સ આવે છે. અકસ્માત બાદ ગાડીની એરબેગ તો ખુલી પરંતુ તેને ખુલવામાં મોડું થયું કારણ કે સીટબેલ્ટ પહેરેલા ન હોવાથી આવું થયું. જ્યારે ગાડી ખૂબ જ સ્પીડમાં હતી અને તેના કારણે અકસ્માતનો તીવ્ર આઘાત શરીર પર લાગ્યો.

સાયરસ મિસ્ત્રીની ગાડીની તપાસ કરતા સમયે મર્સિડિઝ કંપનીએ અંદર રહેલી ચીપને તપાસ માટે પોતાના જર્મની સ્થિતિ સેન્ટરમાં મોકલી હતી. જેનો પણ પ્રાથમિક અહેવાલ સામે આવ્યાના રિપોર્ટ મળ્યા છે. જે મુજબ અકસ્માત સમયે ગાડીની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હતી. જ્યારે ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે ગાડીની ઝડપ 89 કિમી પ્રતિ કલાક હતા. આમ અકસ્માત સમયે ગાડીની ઝડપ 11 કિમી જેટલી ઘટી ગઈ હતી.

આ પણ વાંચોઃ Apple Event માં કંપની iPhone 14 સિરીઝ,એપલ વોચ અને નવા AirPods પણ લોન્ચ થયા

Gujarati banner 01