Dr vineet mishra 600x337 1

Dr vineet mishra: આઈકેડીઆરસીના નિયામક ડો. વિનીત મિશ્રાને “ગુરુ દ્રોણાચાર્ય” એવોર્ડ માટે પસંદ કરાયા

Dr vineet mishra: ભારતમાં રેનલ સાયન્સના શિક્ષણ અને પ્રચારમાં ડૉ. વિનીત મિશ્રાએ આપેલા ઉત્કૃષ્ઠ અને અસાધારણ યોગદાનને માન્યતા આપવા માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

અમદાવાદ, 4 ઓગસ્ટ: Dr vineet mishra: કિડની નિષ્ણાતોના એક પ્રતિષ્ઠિત સમૂહ એવા દિલ્હી સ્થિત અવતાર ફાઉન્ડેશન દ્વારા 2021ના ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ માટે આઇકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનિત મિશ્રાના નામની પસંદ કરવામાં આવી છે. ફાઉન્ડેશને બુધવારે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતુ કે ભારતમાં રેનલ સાયન્સના શિક્ષણ અને પ્રચારમાં ડૉ. વિનીત મિશ્રાએ આપેલા ઉત્કૃષ્ઠ અને અસાધારણ યોગદાનને માન્યતા આપવા માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…Vadnagar Dialysis center: વડાપ્રધાનના વતન વડનગરમાં આઈકેડીઆરસીએ અલ્ટ્રા-મોડર્ન જીડીપી સેન્ટર શરૂ કર્યું

ભારતમાં નેફોલોજીના વિકાસનો સ્વિકાર કરતા ફાઉન્ડેશને અત્યાર સુધી પ્રો. કેએસ ચુઘ, ડૉ. એમકે મણિ, ડૉ. એચ. એલ. ત્રિવેદી અને ડૉ. એસકે દાસ સહિત 42 મહાન શિક્ષકોને આ એવોર્ડ એનાયત કર્યો છે.

Dr vineet mishra

અવતાર (એસોસિએશન ઓફ વેસ્ક્યૂલર એક્સેસ એન્ડ ઇન્ટરવેંશનલ રેનલ ફિઝિશ્યન)માં નેફોલોજિસ્ટ, કિટિકલ કેર નેફ્રોલોજિસ્ટ, વેસ્ક્યુલર રેડિયોલોજિસ્ટ અને ભારતમાં સ્વતંત્ર રેનલ ઇન્ટરવેંશનલ પ્રક્રિયાઓમાં શામેલ અન્યોને સભ્યો તરીકે ધરાવે છે. આ જૂથ શિક્ષા, તાલિમ અને વૈજ્ઞાનિક સંશોધનમાં ઉત્કૃષ્ઠતાને સમર્થન આપી અને આગળ વધારવા માટે ઇન્ટરવેંશનલ રેનલ સાયન્સને પ્રોત્સાહન આપે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો