Vadnagar Dialysis center ward

Vadnagar Dialysis center: વડાપ્રધાનના વતન વડનગરમાં આઈકેડીઆરસીએ અલ્ટ્રા-મોડર્ન જીડીપી સેન્ટર શરૂ કર્યું


અમદાવાદ, 4 ઓગસ્ટ: Vadnagar Dialysis center: ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)એ પોતાના ફ્લેગશિપ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ઉત્તર ગુજરાતના વડનગરમાં મંગળવારે અલ્ટ્રા-મોડર્ન ડાયાલિસિસ સેન્ટરને ખુલ્લુ મૂક્યું છે, જે આ વિસ્તારના સંખ્યાબંધ દર્દીઓને રાહત આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં ડાયાલિસિસ સેન્ટરને (Vadnagar Dialysis center) મંગળવારથી વડનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કમ્પાઉન્ડના પરિસર માં કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર દૈનિક ઓછામાં ઓછા 15 દર્દીઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા હેમોડાયાલિસિસ સેશન્સ પુરા પાડવા માટે પાંચ ડાયાલિસિસ મશીનોથી સજ્જ છે.

“દર્દીઓ ડાયાલિસિસ (Vadnagar Dialysis center) કરાવવા માટે નજીકમાં આવેલા નગરો જેમે કે, સિદ્ધપુર ખેરાલુ, મહેસાણા અને વિસનગરની મુલાકાત લેતા હતા, જે તેમના કામના કલાકોને અસરકર્તા હતા, પરંતુ વડનગરમાં શરૂ કરાયેલા જીડીપી સેન્ટરે તેમના જીવનને સરળ બનાવી દીધું છે.” – તેમ આઈકેડીઆસર-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.

Vadnagar Dialysis center

આ પણ વાંચો…Ola-e-scooter: આતુરતાનો આવ્યો અંત, આ તારીખ લોન્ચ થશે ઓલા સ્કૂટર- વાંચો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે

અહીંના સેન્ટર ખાતેની દરેક પથારી બ્લુટ્થ કનેક્ટિવિટી સાથે પ્લગ એન્ડ પ્લે એલઈડી એન્ટરટેઇમેન્ટ સ્ક્રિન્સ સાથે સજ્જ છે, જેથી દર્દીઓ તેમના ચાર કલાકના લાંબા ડાયાલિસિસ સેશન દરમિયાન તેમને પ્રિય તેવા મનોરંજનની પસંદગી કરી શકે અને આનંદ માણી શકે. “સંગીત અને ફિલ્મો જેવા હળવા મનોરંજન દર્દીઓને ડાયાલિસિસ સેશન દરમિયાન તેમના બ્લડ પ્રેશર સ્તરને જાળવા રાખવામાં મદદ કરે છે, જે તેને ઓછી તણાવગ્રસ્ત પ્રક્રિયા બનાવે છે.” – ડૉ. મિશ્રાએ ઉમેયું.

ગુજરાત સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત જીડીપી 54 કેન્દ્રો અને 600 ડાયાલિસિસ મશીન્સ સાથે વિશ્વભરના જાહેર ક્ષેત્રની સૌથી વિશાળ ચેઇન છે. જીડીપી સેન્ટર્સ રાજ્યમાં દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેઓને વિનામૂલ્યે ડાયાલિસિસ પ્રદાન કરે છે અને પોતાની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે લગભગ 14 લાખ ડાયાલિસિસ સેશન્સ પૂર્ણ કર્યા છે. આઈકેડીઆરસીના યોગ્યતા પ્રાપ્ત ટેક્નિશ્યન્સ અને સંચાલન હેઠળ જીડીપી સમગ્ર રાજ્યમાં 3000 દર્દીઓને સેવા પુરી પાડે છે અને માસિક આશરે 25,000 ડાયાલિસિસ કરે છે.

Whatsapp Join Banner Guj

પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) ને સમર્થન આપવા માટે ફેરફેક્સની દેશવ્યાપી પહેલ હેઠળ ફેરફેક્સ ઇન્ડિયા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા વડનગર સેન્ટરમાં હેમોડાયલિસિસ મશીનોની સુવિધા આપવામાં આવી છે.