licence

ઘરે બેઠા જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence), ઓનલાઇન આપી શકશો ટેસ્ટ- વાંચો સંપૂર્ણ વિગત

નવુ ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence) બનાવવાની ઈચ્છા રાખનાર માટે ખૂબ સરળતા થઈ જશે. જેનાંથી એપ્લિકેશન કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જંજટમાંથી છુટકારો મળી જશે

Driving licence

મહત્વની વાત, 09 ફેબ્રુઆરીઃ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence) બનાવવા માટે જ્યારથી ઓનલાઇન પ્રક્રિયા શરુ થઈ છે ત્યારથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. ઘણાં લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવી રહી છે. આવુ કોવિડ ગાઈડલાઇન્સને લીધે થઈ રહ્યું છે. પણ હવે સરકારે લાંબી રાહ જોવાથી છુટકારો અપાવવા માટે એક સારી પહેલી કરી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે ડ્રાફ્ટ જાહેર કરીને લોકોનાં મંતવ્યો માંગ્યા છે.

ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવા માટે અત્યારસુધી લોકોને આરટીઓનાં ચક્કર લગાવવા પડતા હતા, જેથી સરકારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયા શરુ કરી. પણ મહામારી શરુ થઈ ત્યારે લોકડાઉનને લીધે કામકાજ ઠપ થઈ ગયા અને રાહ જોવાનો સમય પણ લંબાતો ગયો. બાદમાં કોવિડ નિયમોને લીધે સીમિત સંખ્યામાં લોકોને ટેસ્ટ માટે બોલાવવાનાં શરુ કર્યાં પણ તેનાંથી વેઈટિંગ સમય વધવા માંડ્યો.

Whatsapp Join Banner Guj

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓમાં ઓનલાઇન ટેસ્ટ અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું પડે છે. આ ટેસ્ટ પાસ કર્યાં બાદ જ લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે. જો આ ટેસ્ટમાં ફેલ થયા તો ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ નહી થાય. લર્નિંગ ડીએલ બનાવ્યા બાદનાં 6 મહિનામાં પરમાનેન્ટ ડીએલ બનાવવાનું હોય છે.

સરકાર ઈચ્છે છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનાં નિયમો સરળ બનાવવામાં આવે. સરકારે જે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, તે લાગુ થયા બાદ નવુ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની ઈચ્છા રાખનાર માટે ખૂબ સરળતા થઈ જશે. જેનાંથી એપ્લિકેશન કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જંજટમાંથી છુટકારો મળી જશે.

Whatsapp Join Banner Guj

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય જાહેર કરેલા ડ્રાફ્ટમાં લખ્યુ છે કે જો આવેદનકર્તા કોઈ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ડ્રાઇવિંગ શીખ્યું છે તો તેને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની જરુર નથી. તેને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે યોગ્ય માનવામાં આવશે. સરકારે આ સંદર્ભે હાલ મંતવ્યો માંગ્યા છે. સરકાર ઈચ્છે છે કે માર્ગ દુર્ઘટનાઓ પર અંકુશ આવવો જોઈએ અને જો કોઈ અનુભવી ડ્રાઇવર વાહન ચલાવશે તો અકસ્માતમાં ઘટાડો થઈ શકશે.

માર્ગ પરિવહન મંત્રાલય 16 સુવિધાઓ ઓનલાઇન કરવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણીકરણનાં સર્ટિફિકેટમાં એડ્રેસ બદલવું, ઈન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિ, અસ્થાઇ વાહન નોંધણીકરણ, નોંધણીકરણ માટે એનઓસી, ડુપ્લીકેટ નોંધણીકર પ્રમાણપત્ર ઉપરાંચ વાહન ટ્રાન્સફર જેવી સેવાઓ સામેલ છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ અન્ય દસ્તાવેજની જરુરિયાત નહીં પડે. parivahan.gov.in પર જઈને આધાર કાર્ડને વેરિફાઈ કરવું પડશે. ત્યારબાદ ઉપરોક્ત 16 સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશો.


આ પણ વાંચો…

ફિલ્મ રામ તેરી ગંગા મેલીના અભિનેતા રાજીવ કપૂર(Rajiv kapoor)નું હાર્ટ એટેક દ્વારા થયું નિધન, ચીન્ટુજી બાદ ચિમ્પુજી પણ દુનિયાને કહ્યું- અલવિદા