Study expenses of foreign students increased in Gujarat 1

E-Auction of gifts received by the PM Modi: વડાપ્રધાનના જન્મ દિવસે પીએમ મોદીને મળેલી વિવિધ ગિફ્ટની હરાજી શરૂ

E-Auction of gifts received by the PM Modi: આ હરાજીમાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનુ નામ રોશન કરનાર ખેલાડીઓના બેડમિન્ટન રેકેટ, બોક્સિંગ ગ્લોવ્ઝ અને ભાલા જેવી વસ્તુઓનો સમાવેશ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ E-Auction of gifts received by the PM Modi: પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી ભાજપ આખા દેશમાં કરી રહી છે. આ પ્રસંગે પીએમ મોદીને ગિફ્ટમાં મળેલી વસ્તુઓની ઈ હરાજી પણ યોજવામાં આવી રહી છે.

હરાજી(E-Auction of gifts received by the PM Modi)માં જે વસ્તુઓ મુકાઈ છે તેમાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનુ નામ રોશન કરનાર ખેલાડીઓના બેડમિન્ટન રેકેટ, બોક્સિંગ ગ્લોવ્ઝ અને ભાલા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

7 ઓક્ટોબર સુધી ચાલનારી હરાજીમાં અત્યાર સુધીમાં પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ કૃષ્ણ નાગર અને સિલ્વર મેડલ વિજેતા સુહાસ એલવાઈના બેડમિન્ટન રેકેટ માટે 10 કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.

આ પણ વાંચોઃ French forces kill isis leader: ફ્રાંસની સેનાએ ISISના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી

કુલ મળીને 1300 ગિફ્ટની આ હરાજીમાં બોલી બોલાવાની છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહિનના બોક્સિંગ ગ્લોવ્ઝ 1.80 કરોડને પાર ગઈ છે. જ્યારે ગોલ્ડમેડાલિસ્ટ નિરજ ચોપરાએ જે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો તેની અત્યાર સુધીમાં 1.20 કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.

પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા સુમિત એન્ટિલના ભાલાની બોલી 1 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. જયારે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓના ઓટોગ્રાફવાળી ફ્રેમ માટે પણ અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.

ભારતીય મહિલા હોકી ટીમની હોકી સ્ટીક માટે 1 કરોડ રૂપિયા બોલી લાગી ચુકી છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા શૂટર મનીષ નરવાલના ચશ્માની બોલી પણ 96 લાખ રૂપિયા અને બ્રોન્ઝ જીતનાર પી વી સિન્ધુના રેકેટની કિંમત પણ 90 લાખને પાર જઈ ચુકી છે.

Whatsapp Join Banner Guj