Emmanuel Macron

French forces kill isis leader: ફ્રાંસની સેનાએ ISISના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી

French forces kill isis leader: ફ્રાન્સની સેનાએ ગ્રેટ સહારા ખાતે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટના નેતા અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવીને ઠાર માર્યો છે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ ટ્વીટ કરીને આ માહિતી આપી

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ French forces kill isis leader: ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી અબૂ વાલિદ અને તેના અનુયાયીઓ અલ-કાયદના જૂથમાંથી અલગ થયા ત્યારે આ સંગઠન ઉભરી આવ્યું હતું અને અબૂ વાલિદ પર 5 મિલિયન ડોલરનો પુરસ્કાર હતો.

ફ્રાન્સની સેના(French forces kill isis leader)એ ગ્રેટ સહારા ખાતે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટના નેતા અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવીને ઠાર માર્યો છે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સાહેલ ખાતે આતંકવાદી જૂથો સામેની અમારી લડાઈમાં આ એક વધુ મોટી સફળતા છે. આઈએસઆઈએસ-જીએસના આતંકી નેતા અબૂ વાલિદ પર 5 મિલિયન ડોલરનો પુરસ્કાર હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અબૂ વાલિદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 219 અંતર્ગત આઈએસઆઈએસ જીએસને આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે

અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવી નામના આતંકવાદી સંગઠન ગ્રેટર સહારામાં ISISનો નેતા હતો. તેને ISIS જીએસના નામથી પણ ઓળકવામાં આવે છે. આ સંગઠન ત્યારે ઉભરી આવ્યો જ્યારે અબુ વાલિદ અને તેના અનુયાયી અલ કાયદાના જૂથથી અલગ થયા. અબુ વાલિદ પાંચ મિલિયન ડોલરનો પુરસ્કાર હતો.

અબુ વાલિદને પ્રથમ વખત મે 2015માં તેના જૂથની ISISની કમાન મળી અને ISIS GSએ અબુ વાલિદના નેતૃત્વમાં ઘણા હુમલાની જવાબદારી લીધી.

આ પણ વાંચોઃ GSEB Board Exam: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પહેલુ પેપર- વાંચો આ મહત્વની વિગત

આ હુમલામાં 4 ઓક્ટોબર, 2017ના રોજ માલિયાન સરહદ નજીક ટોંગો, નાઇઝરના વિસ્તારમાં એક સંયુક્ત અમેરિકી-નાઇજીરિયન પેટ્રોલિંગ ટી પર હુમલો પણ સામેલ હતો, જેના પરિણામે ચાર અમેરિકન સૈનિકો અને ચાર નાઇજિરિયન સૈનિકોના મોત થયા હતા.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અબુ વાલિકને ખાસરીતે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો અને ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 219 હેઠળ આઇએસઆઇએસ જીએસને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યા છે.

Whatsapp Join Banner Guj