salary660 edited

સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબરઃ આગામી વર્ષે વધી જશે આટલો પગાર, મળશે મોંઘવારી ભથ્થું

salary660 edited

નવી દિલ્હી,16 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે આગામી વર્ષ ખુશખબર લઇને આવી શકે છે, નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2021માં કેન્દ્રીય કર્મચારીઓને વધુ વેતન મળી શકે છે, આવું 7મું વેતન પંચની ભલામણોનાં આધારે કરવામાં આવી રહ્યું છે, અત્રે ઉલ્લેખનિય છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન આર્થિક પ્રવૃતિઓને અવરોધિત થઇ હોવાથી આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળનારા ભથ્થા પર અંકુશ મુક્યો હતો.

જો કે કર્મચારીઓ અને પેન્સનરોને મોંઘવારી ભથ્થું 21 ટકાનાં હિસાબે મળે છે, પરંતું હાલ તે 17 ટકા મળી રહ્યું છે, કેન્દ્ર સરકારે આ વ્યવસ્થા જુન 2021 સુધી કરી લીધી છે, એવું માનવામાં આવી રહ્યું છે કે જુન 2021 બાદ સરકાર મોંઘવારી ભથ્થા પર રાહત આપી શકે છે, એવું થાય છે તો વેતન અને પેન્શન, બંને વધીને મળશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇનાં દિવસે મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી કરે છે.

whatsapp banner 1

આ પ્રતિબંધની સીધી અસર 50 લાખથી વધુ કર્મચારીઓ અને 55 લાખથી વધુ પેન્શરો પર પડી શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે કેબિનેટએ આ વર્ષે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાની વૃધ્ધી કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કિંમતોમાં વૃધ્ધીની ભરપાઇ માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત પરિવર્તન કરે છે, સરકારનાં પ્રધાનો, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને સાંસદોનાં વેતનમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…

રાજ્યની પેટાચૂંટણીની આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયા બાદ, આ બે યુવા કોંગ્રેસી નેતાઓએ આપ્યું રાજીનામું!