CM Bhupendra patel

Govt cut cng png vat: રાજ્ય સરકારે CNG-PNGનો વેટ ઘટાડ્યો, ગેસ સિલિન્ડર પણ ફ્રી આપશે- વાંચો વિગત

Govt cut cng png vat: દિવાળી ટાણે ગુજરાત સરકારે સીએનએજી અને પીએનજીના ભાવ ઘટાડવા માટે વેટની આવક જતી કરવાનો નિર્ણય કર્યો છે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ Govt cut cng png vat: ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેવામાં ફરી પ્રજાને ખુશ કરવા, મત ખોળે કરવા માટે જનતાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. દિવાળી ટાણે ગુજરાત સરકારે સીએનએજી અને પીએનજીના ભાવ ઘટાડવા માટે વેટની આવક જતી કરવાનો નિર્ણય કર્યો છે.

સરકારે સોમવારે જાહેરાત કરી છે કે ગુજરાતમાં સીએનજી ગેસ અને પીએનજી ગેસના વેટ દર 10% ઘટાડવામાં આવશે. મોંઘાવરીથી પિસાતી જનતાને રાહત આપવાના આશય સાથે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ વેટ ઘટાડો કર્યો હોવાની માહિતી જીતુ વાઘણીએ આપી છે.

વેટમાં 10% કાપથી સીએનજીમાં કિલોદીઠ 6-7 રૂપિયાનો ઘટાડો થશે જ્યારે પીએનજી ગેસમાં કિલોદીઠ અંદાજે રૂપિયા 5નો ઘટાડો થવો સંભવ છે. 

આ પણ વાંચોઃ Weekly special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ વિસ્તૃત

ઉલ્લેખનીય છે કે, હિમાચલની ચૂંટણીની સાથે ગુજરાત ચૂંટણીની જાહેરાત ન થવા છતા પણ બજારમાં અટકળો છે કે ગુજરાતની ચૂંટણી 2022ના અંત પહેલા જ પૂર્ણ થઈ શકે છે. ગમે તે સમયે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે પરંતુ તે પહેલા ગુજરાત સરકાર લોકો માટે રાહતોના કોથળા ખોલી નાંખ્યા છે. માત્ર સીએનજી અને પીએનજી જ નહિ ગેસ સિલિન્ડર ધારકોને પણ રાહત આપી છે.

જીતુ વાઘાણીએ કહ્યું કે ઉજ્જવલા યોજનાનો લાભ મેળવતા રાજ્યના નાગરિકોને વર્ષે 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. જોકે ફ્રી મળશે એટલે ગેસનો બાટલો લેતી વખતે પૈસા તો આપવા પડશે પરંતુ તેની રકમ ખાતેદારને એકાઉન્ટમાં સીધી મળી જશે. વર્ષ દરમિયાન સરકાર દ્વારા બે ગેસના બાટલા ફ્રી મળશે પરંતુ એક વખત ફ્રી સિલિન્ડર લીધા પછી 3 મહિના સુધી બીજું સિલિન્ડર ફ્રી નહીં મળે તેવી સ્પષ્ટતા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Tusshar Kapoor reveal about Kareena: તુષાર કપૂરે વર્ષો પછી કર્યો કરીના કપૂર વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો- વાંચો શું કહ્યું એક્ટરે?

Gujarati banner 01