Vaishali thakkar suicide note

Vaishali thakkar suicide note: એક્ટ્રેસ વૈશાલીની આત્મહત્યા બાદ, સુસાઈડ નોટ વાયરલ થતા થયા અનેક ખુલાસા

Vaishali thakkar suicide note: આત્મહત્યાનું પગલું ભરવા માટે તેના માતા-પિતાની માફી માંગી છે

મુંબઇ, 17 ઓક્ટોબરઃ Vaishali thakkar suicide note: ગઇ કાલે ટીવી જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી છે. યે રિશ્તા ક્યા કેહલાતા હૈ ફેમ વૈશાલી ઠક્કર સુસાઈડ કેસમાં હવે રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક સુસાઈડ નોટ પણ વાયરલ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સુસાઈડ નોટ વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા લખી હતી.

આમાં તેણીએ જે માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહી હતી તેના વિશે લખ્યું છે. તેણે આત્મહત્યાનું પગલું ભરવા માટે તેના માતા-પિતાની માફી માંગી છે. તેમણે એવું પણ લખ્યું છે કે, રાહુલ અને દિશાએ તેમને માનસિક રીતે ટોર્ચર કરતા હતા અને તેમને સજા મળવી જોઈએ. તેણે તેના મંગેતર મિતેશની પણ માફી માંગી છે. લાસ્ટમાં લખ્યું છે I Quit.

આ પણ વાંચોઃ Govt cut cng png vat: રાજ્ય સરકારે CNG-PNGનો વેટ ઘટાડ્યો, ગેસ સિલિન્ડર પણ ફ્રી આપશે- વાંચો વિગત

વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી બધા શોકમાં છે. તેના મોત બાદ એસીપી મોતી-ઉર-રહમાને જણાવ્યું કે, સુસાઈડ નોટથી સંકેત મળી રહ્યો છે કે, રાહુલ નામનો વ્યક્તિ તેને ટોર્ચર કરતો હતો. સોશિયલ મીડિયા પર એક સુસાઈડ નોટ પણ વાયરલ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સુસાઈડ નોટ વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા લખી હતી. આ નોટમાં લખ્યું છે કે, તેને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી તેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી.

આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, I quit maa. આઈ લવ યુ પાપા-મા. જો હું ખરાબ દીકરી બની ગઈ હોય તો મને માફ કરી દેજો. મને રાહુલ અને દિશાએ અઢી વર્ષ સુધી મેન્ટલી ટોર્ચર કરી છે. પ્લીઝ રાહુલ અને તેની ફેમિલીને જરૂર સજા અપાવજો. નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળશે. તમને મારી કસમ ખુશ રહેજો. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છું. મિતેશને કહેજો મને માફ કરી દે.

વૈશાલીની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે રાહુલે મિત્રતાનો લાભ લઈને છેતરપિંડી કરીને તેના ફોટા પાડ્યા હતા. તેણે આ ફોટા અગાઉના મંગેતરને મોકલ્યા હતા જેના કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી. તે હજુ પણ વૈશાલીને ટોર્ચર કરતો હતો અને બ્લેકમેલ કરતો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ સુસાઈડ નોટના હેન્ડરાઈટિંગની પુષ્ટિ કરવા માટે નિષ્ણાતોની મદદ લેશે.

આ પણ વાંચોઃ Weekly special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ વિસ્તૃત

Gujarati banner 01