guru

Guru Purnima-2023: સમગ્ર બ્રહાંડનો ગુરૂ એક જ, જેની શરણાંગતિમાં મોક્ષ છે…

Guru Purnima-2023: “ગુરૂ એટલે મોટું, મહતમ”

Guru Purnima-2023: મોટાભાગે ગુરૂ શબ્દ સાંભળતા જ આપણા મન સમક્ષ એક જ છબી પ્રગટ થાય છે. કે ગુરૂ એટલે, સાધુ, સંત્, કોઇ મહાપુરુષ કે કોઇ યોગી.
અને હાં, તે સત્ય છે કે સંત, મહાપુરુષ કે યોગીગુરુ ની પ્રાપ્તી ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિ માં રહેલું જ્ઞાન અને શક્તિની કોઇ પૂર્ણતા નાં હોય. એટલે કે તે દરેક જ્ઞાન અને સાચા માર્ગદર્શન થકી સત્ય તરફ વળેલું હોય.

Guru Purnima-2023, Sukavya

ગુરૂ એ વ્યક્તિગત એક શબ્દ છે જે શક્તિઓ, ત્યાગ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. જેનાંથી વ્યક્તિનો પ્રભાવ મહાન પડે છે. કેમ કે, તે વિચારશક્તિમાં બધાંથી અલગ હોય છે. પણ, હું એમ માનું છું કે સમગ્ર જીવન દરમ્યાન દરેક વ્યક્તિનાં જીવનમાં કંઇક ને કંઇક એવી પરિસ્થિતિ આવી ને ઉભી રહે છે જ્યાં તેનાં વિચારો, હિંમત અને સ્પંદનો સાથ નથી આપતાં. અને તેવાં સમયે તે માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કે પતિ પત્ની હોય, તે મદદ માટે શરણે જાય છે.

અને તેને ત્યાંથી સાચો ઉત્તર મળી રહે ત્યારે તે હાશ! નો ઓડકાર અનુભ​વે છે. તો જીવનકાળ દરમ્યાન તમારા જીવનમાં બનતાં દરેક ઉંચ નીચ અને અડચણોની વચ્ચે તમારી સમક્ષ એક એવી છબી મદદે આવે જ છે જે તમારાં, સ્વજન હોય શકે, સ્નેહીજન હોય શકે કે મિત્ર.

મારાં વિચાર મુજબ દરેક વ્યક્તિની અંદર એક નિમિત સમયે એક ગુરૂ ઉદભવે છે. જે તમને સાચું માર્ગદર્શન, પ્રેમ, જ્ઞાન અને તમારી શક્તિની ઓળખ કરાવે છે.

ગુરૂ એટલે સમજણનું એવું પંખી જે દરેકની અંદર હોય જ છે, જે સમજણ સાથે સાચા સમયે, વિપતિનાં સમયે સામી વ્યક્તિનાં મન પર નિયંત્ર્ણ મેળવી તેને શક્તિઓ યાદ અપાવે છે. કે તમે શું છો ? શું કરી શકો છો ? અને શું કરવા સક્ષમ છો.

અંતે જેનો કોઇ ગુરૂ નથી તેનો ગુરૂ ઇશ્વર હોય છે. જ્યાં શિષ્ય નાં બોલે, નાં કહે, નાં પૂછે છતાંય સત્તત તેને સાચુ માર્ગદર્શન અને તકલીફોનુ સમાધાન મળી જ રહે છે.

कृष्णं वंदे जगद्गुरुम्
સમગ્ર બ્રહાંડનો ગુરૂ એક જ, જેની શરણાંગતિમાં મોક્ષ છે…

આ પણ વાંચો:Swamiji ni Vani part-15: કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો