Books

Hindu Studies course will be started in Gujarat University: ગુજરાતની યુનિવર્સિટીમાં હીન્દુ સ્ટડીઝ કોર્સ શરુ કરાશે, રાજ્યની આવી પ્રથમ યુનિવર્સિટી બનશે

Hindu Studies course will be started in Gujarat University: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સની અંદર હિન્દુ સ્ટડી કોર્સ શરુ થશે.

વડોદરા, 07 જુલાઈ: Hindu Studies course will be started in Gujarat University; મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સની અંદર હિન્દુ સ્ટડી કોર્સ શરુ થશે. એમ.એસ. યુનિવર્સિટીમાં સ્નાતકનો હિન્દુત્વ ગ્રેજ્યુએશન કોર્સ શરુ કરનારી પ્રથમ યુનિવર્સિટી બની છે. જેની પ્રથમ બેચ શરુ કરવામાં આવશે. મૂળભૂત જ્ઞાન વર્તમાન સંદર્ભમાં હિન્દુ મુલ્યોની સ્થિતિને લઈને ભણાવવામાં આવશે. આ ઉપરાંત ગત સિન્ડીકેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવતા હિન્દુ સ્ટડીઝ અભ્યાસ ક્રમને મંજૂરી આપવામાં આવી છે. 

બેચલર ઓફ હિન્દુ સ્ટડીઝ અન્ડ માસ્ટર ઓફ હિન્દુ સ્ટડીઝ કોર્સ શરુ કરવામાં આવી રહ્યો છે. ફેકલ્ટી ઓફ આર્ટ્સ અંતર્ગતમૂ શરુ થશે. બન્નેમાં 60 સીટો બન્ને કોર્સમાં રહેશે. ભારતીય મૂલ્યો જ્ઞાન પરંપરા, નવા સંશોધનો, હિન્દુ સ્ટડી સાથે જોડાયેલા ઈકોનોમિના વિષયો, રાજનિતીક ચિંતન વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થશે, રામાયણ, ગીતાનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.

આ કોર્સની અંદર હિન્દુ દર્શન, યોગશાસ્ત્રનો પરીચય, વેદો, ઉપનિષદો, ભારતની રાષ્ટ્રી કક્ષાનું આદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, કાવ્યશાસ્ત્રનો પરીચય, મોક્ષ વિમર્સા સહીતના વિષયો કે હિન્દુ સંસ્કૃતિને વધુ ઉજાગર કરે છે તેનો પરીચય કરાવવામાં આવશે. 

આ પણ વાંચો..Guruwar rashifal: જાણો ક્યાં રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ ક્યાંને રહેવું પડશે સતર્ક

જે વિદ્યાર્થીઓ આ કોર્સ કરવા માંગે છે તેમના માટે એમએસ યુનિવર્સિટીમાં 14 હજાર વાર્ષિક ફી રાખવામાં આવી છે. ખાસ કરીને આફ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં માસ્ટર માટે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો સાથે ઓછામાં ઓછા 45 ટકા મેળવેલા હોવા જરૂરી છે. ખાસ કરીને એમએસમાં અંગ્રેજીમાં આ કોર્સ હશે. ભણવા માંગતા વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિનો જ્ઞાન આપવામાં આવશે. જેમાં મૂળભૂત જ્ઞાન પર ફોકસ કરવામાં આવશે. આ કોર્સ નવા સત્રથી ભણાવવામાં આવશે. ખાસ કરીને નવી શિક્ષણનિતી અમલી કરવામાં આવી છે.

જેમાં આ પ્રકારે વિવિધ કોર્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 35 વર્ષ પછી બદલાયેલી શિક્ષણ નિતીની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં અન્ય કોર્સીસ પણ નવા આગામી સમયમાં એડ થઈ શકે છે.

Gujarati banner 01