Banner Vaibhavi Joshi

Importance of books in life: પુસ્તકો જીવનમાં જરૂરી ધૈર્ય અને પુખ્તતા લાવે છે: વૈભવી જોશી

“3 Idiots” ફિલ્મનાં આ સંવાદથી આપણે બધાં ખૂબ સારી રીતે પરિચિત છીએ.

“An instrument that record, analyze, summarise, organize, debate and explain information that is illustrative, non-illustrative, hardbound, paperback, jacketed, non-jacketed, with a foreword, introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and education of the human brain through a sensory route of vision… some times touched..!!

अरे भाई कहना क्या चाहते हो ?? Books Sir..!!

किताबे ..!!”

પણ આજે અચાનક આ સંવાદ અહીં લખવાનું શું કારણ હોઈ શકે? દુનિયામાં બધી જ વસ્તુ પાછળ કારણ હોય છે. જેમ મૂવીનાં આ દ્રશ્યમાં સરળ વ્યાખ્યાને બદલે ગોખાયેલી અને લાંબી વ્યાખ્યાને મહત્તા અપાય છે એ જ પ્રમાણે જિંદગીનાં સરળ કારણો કરતાં આપણે હંમેશા જટિલ પ્રશ્નોને જ મહત્તા આપી છે. ખેર, આજનાં લેખની શરૂઆત પુસ્તકોની આ જટિલ વ્યાખ્યાથી કરવા પાછળનો હેતુ એટલો જ છે કે “વિશ્વ પુસ્તક દિન” છે. વિશ્વભરમાં ૧૦૦ કરતાં પણ વધુ દેશોમાં ‘વિશ્વ પુસ્તક દિન’ તરીકે ઉજવાઈ રહ્યો છે.

શેક્સપીયરનાં આ યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001માં ‘વિશ્વ પુસ્તક દિવસ’ની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતનાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલાં યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની પ્રેરણા જોવા મળે તેવો છે.

આ દિવસની ઉજવણીનો હેતુ ઘણો સ્પષ્ટ છે. મહાન લેખકો અને નવલકથાકારોની યાદમાં, તેમણે લખેલા અત્યંત રસપ્રદ અને જાણીતાં પુસ્તકો બાળકો અને દરેક વર્ગનાં લોકો સુધી પુસ્તક વાંચનથી મળતા અનહદ આનંદની લાગણી પહોચાડવાની આ એક ઝુંબેશ છે.

whatsapp banner

મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ 23મી એપ્રિલે થયો હતો અને એ જ દિવસે તેઓ અવસાન પામ્યાં હતાં. આથી યુનેસ્કો દ્વારા 1995થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે. આજનાં દિવસને સાથો સાથ ‘વિશ્વ કોપીરાઈટ દિવસ’ તરીકે પણ ઉજવાય છે.

વળી, લેખકો જેમની ખોટ આજેય આપણે અનુભવી શકીએ છે તેમનાં અભિવાદન માટે પણ આ દિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ હોંશથી ઉજવાય છે. વધુમાં, દર વર્ષે પોસ્ટર બનાવવામાં આવે છે અને તેની આખા વિશ્વમાં વહેચણી કરવામાં આવે છે. એમાં યુવા વર્ગને અને ખાસ કરીને બાળકોને પુસ્તકો વાંચવા પ્રોત્સાહન મળે તથા સાહિત્યનું મૂલ્ય વધે એ હેતુસર ચિત્રો દર્શાવામાં આવે છે.

આટલી પ્રવૃતિઓ કે દિવસની ઉજવણી પાછળ મહત્વ ફક્ત આજનાં યુવાવર્ગને પુસ્તકો અંગે જાગૃત કરવાનું છે. પુસ્તકો એક માત્ર એવાં વફાદાર મિત્રો છે કે જે આપણને હસાવે છે, રડાવે છે, નૈતિક મુલ્યો સમજાવે છે અને આપણાં મૂડ પ્રમાણે આપણને સમજે છે. એક વાર પુસ્તકો સાથે મૈત્રી થયા પછી દુનિયાને જોવાની નજર બદલાતાં વાર નથી લાગતી.

વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનનાં ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીનાં જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

આ પણ વાંચો:- Hanuman Jayanti: હનુમાનજીનાં જન્મદિવસને જયંતિનાં બદલે જન્મોત્સવ તરીકે જ ઓળખાવવો જોઈએ, જાણો કેમ?

પુસ્તકો જીવનમાં જરૂરી ધૈર્ય અને પુખ્તતા લાવે છે. આજે આંગળીનાં એક ટેરવે અસંખ્ય પાનાઓ ઈન્ટરનેટ પર વિનામૂલ્યે મળે છે પરંતુ કહેવાય છે ને કે સરળતાથી મળતી વસ્તુની કિંમત લાંબા ગાળા સુધી રહેતી નથી એ જ પ્રમાણે આજે પુસ્તકો અને એમનો રસાસ્વાદ ધીમે ધીમે ઘટતો જાય છે. તો ચાલો આ વિચારસરણીને બદલીએ. આ પુસ્તક દિન નિમિત્તે એક પ્રણ લઈએ – પુસ્તકોને મિત્રો બનાવવાનું પ્રણ.

વિલિયમ શેક્સપિયરનું એક ઘણું જાણીતું અવતરણ છે, “વિચાર વિના શબ્દો કદી ઊંચે જઈ શકતા નથી.” જરા આ વિચારને વિસ્તૃતરૂપે જોઈએ તો ખ્યાલ આવશે કે વિચાર પુસ્તકોનું જ પરિણામ છે. તથા એક રોમન ફિલોસોફર માર્કસ તુલીયસ પ્રમાણે ”પુસ્તકો વિનાનો ઓરડો એ આત્મા વિનાનાં શરીર સમો છે.”

પુસ્તકનું મહત્વ ટાંકનાર આવાં કેટલાય લેખકો અને ફિલોસોફર દુનિયાભરમાં રહેલા છે. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે કે જેનાં ઘરે પુસ્તક નહી, એનાં ઘરે દીકરી આપવી નહિ’. પુસ્તકોનું મહત્વ કેટલા સરળ શબ્દોમાં..!!✍️ વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *