jignesh mevani kanhaiya kumar join Congress

jignesh mevani & kanhaiya kumar join Congress: રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી વિધિવત કોંગ્રેસમાં સામેલ

jignesh mevani & kanhaiya kumar join Congress: વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે

ગાંધીનગર, 28 સપ્ટેમ્બરઃ jignesh mevani & kanhaiya kumar join Congress: બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી અને યુવા નેતા કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા. રાહુલ ગાંધીની હાજરીમાં બંને નેતા કોંગ્રેસમાં સામેલ થયા. છેલ્લા ઘણાં સમયથી બંનેની કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી હતી. આજે બંને નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. બંને નેતાઓને કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના મુખ્યાલય પર જિજ્ઞેશ મેવાણીનું સ્વાગત કર્યું. જે બાદ જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયાકુમાર એમ બંને નેતાઓએ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ(jignesh mevani & kanhaiya kumar join Congress) કર્યો.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણીએ વડગામની અનુસૂચિત જાતિની અનામત બેઠક પરથી ચૂંટણી લડી જીત મેળવી. જિજ્ઞેશ મેવાણી સામે કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોએ ઉમેદવાર ઉભા ન રાખી મેવાણીને ટેકો જાહેર કર્યો. જેના પગલે જિજ્ઞેશ મેવાણીનો 18 હજાર મતોથી વિજય થયો હતો.

આ પણ વાંચોઃ Navjot singh sidhu resign: નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યુ રાજીનામુ, વાંચો શું નવજોત સિંહે શું આપ્યું કારણ?

મહત્વપૂર્ણ છે કે હાલ કોંગ્રેસ યુવા ચહેરાઓ સાથે આગળ વધવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી યુવા ચહેરાઓને વધુમાં વધુ તક આપવા માંગે છે. તેથી જ કોંગ્રેસે ગુજરાતમાં હાર્દિક પટેલની પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરી હતી. ત્યારે હવે આ બંને યુવા નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમારે 2019ની લોકસભાની ચૂંટણી CPI તરફથી લડી હતી. આ ચૂંટણીમાં તેમને 4 લાખ જેટલા મતોથી હાર મળી હતી.

બંને યુવા નેતાઓ કોંગ્રેસમા સામેલ થયા તે પહેલા પાર્ટની પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહીદ ભગત સિંહ પાર્કમાં પહોંચ્યા અને ત્યા શહીદ ભગતસિંહની પ્રતિમા પર માલા અર્પણ કરી તથા ત્યા ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે સંપર્ક સાધ્યો.

આ પણ વાંચોઃ Election commission announces: 3 લોકસભા અને 30 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન

ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમારના સ્વાગત માટે કોંગ્રેસ કાર્યાલય પર મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે ભાજપે પણ સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકની આજે એેનવર્સિરી છે અને એ જ દિવસે ભારત તેરે ટુકડે હોંગે, કહેનારા કન્હૈયા કુમાર તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે. આ કોઈ યોગાનુયોગ નથી પણ ભારતના ટુકડા કરવા માંગનારાઓ સાથે હાથ મિલાવવાની કોંગ્રેસની આદત છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ કન્હૈયા કુમારની એન્ટ્રી પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, કેટલાક કોમ્યુનિસ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આવામાં 1973માં પ્રકાશિત કોમ્યુનિસ્ટ ઈન કોંગ્રેસ બૂક વાંચવાની જરૂર છે. વસ્તુઓ જેટલી બદલાય છે એટલી જ સરખી લાગવા માંડે છે

Whatsapp Join Banner Guj