navjot singh sidhu

Navjot singh sidhu resign: નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યુ રાજીનામુ, વાંચો શું નવજોત સિંહે શું આપ્યું કારણ?

Navjot singh sidhu resign: નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતુ નથી

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બરઃ Navjot singh sidhu resign: પંજાબ કોંગ્રેસમાં એકવાર ફરી રાજકારણ ગરમાયુ છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને દરેકને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનુ રાજીનામુ આપ્યુ.

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતુ નથી. તેથી હુ પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામુ આપુ છુ.

નવજોત સિંહ સિદ્ધુનુ રાજીનામુ એટલા માટે પણ ચોંકાવનારૂ છે કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડે જ આમને પ્રદેશ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા સાથે જ તેમની સાથે જ વિવાદના કારણે કેપ્ટન અમરિંદર સિંહે પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ. 

કેપ્ટન અમરિંદર સિંહના પદ છોડ્યા બાદ જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવાયા હતા પરંતુ તાજેતરમાં જ જે રીતે પંજાબમાં કેબિનેટ વિસ્તાર થયો તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નથી.

આ પણ વાંચોઃ Heart treatment information: હ્યદય રોગ ના હુમલાની સારવારમાં થતી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી વચ્ચેનો ભેદ શું છે ? આવો સમજીએ

ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે તસવીર આવી હતી, તેની પર પણ ઘણો વિવાદ થયુ હતુ, જ્યાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડ્યા હતા, આની પર કોંગ્રેસની અંદર જ પ્રશ્ન ઉભા થયા હતા.

પંજાબમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે કેબિનેટ તૈયાર થઈ, તેમાં નવજોત સિંહ સિદ્ધુની કંઈ ચાલતુ નહોતુ, કેન્દ્રીય હાઈકમાન્ડે સમગ્ર રીતે પોતાની રણનીતિ પર કામ કર્યુ, માનવામાં આવી રહ્યુ છે કે નવજોત સિંહ સિદ્ધુ આના કારણે જ નારાજ હતા.

Whatsapp Join Banner Guj