Vijay rupani speech

Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે 21 વર્ષ સુધીના બાળકો માટે CMએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી વિજય રૂપાણીના બાળકો સાથેના ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત

ગાંધીનગર, 09 જુલાઇઃ Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરીનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’ સંવાદ કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત કરી છે

તેમણે આ મહત્વપૂર્ણ સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે બાળકો ને 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની વય મર્યાદા હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે. એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળક ને આપશે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ film bhuj the pride of india release date: અજય દેવગનની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આ તારીખે થશે રિલીઝ-વાંચો વિગત