New Rules for job: અઠવાડિયામાં મળશે 3 દિવસ રજા અને 4 દિવસ હશે કામ, સરકાર કરી રહી છે નવા નિયમની તૈયારી

New Rules for job: Code on Occupational safety, Health and Working Conditions, 2020 ના સંહિતા હેઠળ કાર્યકારી કલાકો વર્તમાન 10.5 કલાકથી વધારીને 12 કલાક કરી શકાય

New Rules for job

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ અત્યારે મોટાભાગના લોકો અઠવાડિયામાં છ દિવસ કામ કરે છે અને માત્ર એક દિવસ રજા મળે છે. જો તમને ખબર પડે કે હવે આપણા દેશમાં પણ વિદેશની જેમ બેથી ત્રણ દિવસ રજા મળશે તો… પરંતુ હવે ફક્ત તમે જ નહીં પણ આ વિશે સરકાર આ મુદ્દા પર વિચારી રહ્યાં છે. કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે કહ્યું હતું કે કર્મચારીઓને સપ્તાહમાં મહત્તમ 48 કલાક કામ કરવાની મર્યાદા બનાવવામાં આવશે. એટલે કે, જો કોઈ કર્મચારી દિવસમાં 12 કલાક કામ કરી અઠવાડિયાના ચાર દિવસમાં 48 કલાક કામ કરે છે, તો તેને બાકીના ત્રણ દિવસ માટે રજા આપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કર્મચારીને અઠવાડિયામાં 5 દિવસ અથવા 6 દિવસ કામ કરવું જરૂરી રહેશે નહીં, જોકે કંપનીઓએ પણ આ માટે કર્મચારી સાથે સંમત થવું જોઈએ. આ સિવાય તૈયાર કરેલી દરખાસ્ત મુજબ કોઈપણ કર્મચારી સતત 5 કલાકથી વધારે કામ કરી શકશે નહીં. તેને અડધો કલાકનો વિરામ પણ લેવો પડશે. ખરેખર, એવા અહેવાલો આવ્યા હતા કે સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં Code on Occupational safety, Health and Working Conditions, 2020 ના સંહિતા હેઠળ કાર્યકારી કલાકો વર્તમાન 10.5 કલાકથી વધારીને 12 કલાક કરી શકાય છે.

Whatsapp Join Banner Guj

કોઈ કંપની સપ્તાહમાં કામના કલાકો ઘટાડવા માંગે છે, તો તેને સરકારની મંજૂરી લેવી પડશે. હમણાં ત્યાં અઠવાડિયાના 6 કાર્યકારી દિવસો માટે 48 કલાકનો નિયમ છે. એટલે કે દિવસમાં 8 કલાક કામ કરવું. કેન્દ્રીય મજૂર સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે કામના કલાકો વધારીને 12 કલાક કરવા અંગે અનેક પ્રકારની ચિંતા ઉભી કરવામાં આવી છે. અમે આ ચિંતાઓને ગંભીરતાથી લીધી અને કંપનીઓને અઠવાડિયામાં તેમના પોતાના કામના દિવસોમાં ફેરફાર કરવાની રાહત આપી.

અપૂર્વ ચંદ્રાના જણાવ્યા મુજબ નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવશે, જેમાં કંપની અને કર્મચારીઓ બંને સહમત થશે. આવા કિસ્સાઓમાં, કંપનીએ કર્મચારીને 3 દિવસની પેઇડ રજા આપવી પડશે. Code on Occupational safety, Health and Working Conditions, 2020 બધી કંપનીઓ અને ફેક્ટરીઓ માટે લાગુ થશે, ત્યારબાદ તેમને કામના સમય બદલવા માટે સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

India Lost Chennai Test: ચેન્નઈમાં હાર બાદ ફેન્સે વિરાટ કરતા અંજ્કિય ગણાવ્યો સારો કેપ્ટન, સોશિયલ મીડિયા ફેન્સે કરી વિરાટને કેપ્ટનશિપથી હટાવવાની માંગ