afaganistan edited

અફઘાનિસ્તાન(afghanistan)માં એક જ દિવસમાં ત્રણ હુમલા, પાંચ સરકારી અધિકારી સહિત નવનાં મોત

afghanistan

afghanistan:સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ચાર કર્મચારીઓની હત્યા કરાઇ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ મંગળવારના રોજ અફગાનિસ્તાન(afghanistan) ખાતે ત્રણ જુદા જુદા આતંકી હુમલા થયા હતા. આ હુમલાઓમાં પાંચ સરકારી કર્મચારીઓ-અિધકારીઓ અને ચાર પોલીસ જવાનોના મોત નિપજ્યા છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને સ્વિકારી નથી.

અફઘાનિસ્તાનની રાજધાની કબુલમાં એક ગનમેન દ્વારા હુમલો કરાયો હતો જેમાં સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ચાર કર્મચારીઓની હત્યા કરાઇ હતી. ગનમને દ્વારા થયેલા આ હુમલાના કલાકો બાદ અફઘાનિસ્તાનના પ્રમુખના નિવાસસ્થાન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓનું નિશાન ગ્રામીણ વિકાસ વિભાગના એક પ્રાંતના ડાયરેક્ટર રીયાઝ અહેમદ ખલિલ હતા.

Whatsapp Join Banner Guj

આ હુમલાઓમાં જે લોકો માર્યા ગયા તેમાં તેઓનો પણ સમાવેશ થાય છે. કાબુલમાં જ અન્ય એક જગ્યાએ કારમાં ફીટ કરાયેલો બોમ્બ બ્લાસ્ટ થતા વધુ એક સરકારી કર્મચારીનું મોત નિપજ્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં મંત્રાલયના એક કર્મચારીની કારના ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતું.

એક જ દિવસમાં અફઘાનિસ્તાનમાં ત્રણ હુમલા થયા હતા, ત્રીજો હુમલો હૈરાત પ્રાંતમાં થયો હતો. જ્યા પહેલાથી જ ફિટ કરાયેલો એક બોમ્બ બ્લાસ્ટ થતા વાહનમાં સવાર પૈકી ચાર પોલીસ અિધકારના મોત નિપજ્યા હતા અને એક ઘાયલ થયો હતો.

બીજી તરફ તાલિબાન ફરી સક્રિય થઇ ગયું છે જેના ખાતમા માટે અફઘાનિસ્તાની સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ફેરયાહ પ્રાંતમાં 21 તાલિબાનીઓનો ખાતમો બોલાવાયો હતો. જ્યારે 18 જેટલા આતંકીઓ ઘાયલ થયા છે.

Whatsapp Join Banner Guj

આગામી દિવસોમા તાલિબાન અને અફઘાનિસ્તાન સૈન્ય વચ્ચે મોટા પાયે ઘર્ષણ શરૂ થઇ શકે છે. તાલિબાન પોતાના વચનો પાળવા માટે તૈયાર ન હોવાથી અફઘાનિસ્તાન સૈન્યએ પણ કરમ કસી લીધી છે અને આતંકીઓના ખાતમા માટેનુ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો…

New Rules for job: અઠવાડિયામાં મળશે 3 દિવસ રજા અને 4 દિવસ હશે કામ, સરકાર કરી રહી છે નવા નિયમની તૈયારી