Virat Kohli Tests 1 edited

India Lost Chennai Test: ચેન્નઈમાં હાર બાદ ફેન્સે વિરાટ કરતા અંજ્કિય ગણાવ્યો સારો કેપ્ટન, સોશિયલ મીડિયા ફેન્સે કરી વિરાટને કેપ્ટનશિપથી હટાવવાની માંગ

Virat Kohli Tests 1 edited

India Lost Chennai Test: ભારતીય ટીમને ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રને કારમો પરાજય આપ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 10 ફેબ્રુઆરીઃ ભારતીય ટીમને ચેન્નઈ(India Lost Chennai Test)માં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રનના મોટા અંતરથી હરાવ્યું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર કેટલાક ફેન્સે નિશાન સાધ્યુ અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 420 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 192 રન બનાવી શકી. વિરાટ કોહલી (72) અને યુવા ઓપનર શુભમન ગિલ (50) જ ઈંગ્લિશ બોલરોનો સામનો કરી શક્યા પરંતુ આ સિવાય કોઈ અન્ય બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. 

આ હાર બાદ વિરાટ કોહલી અને તેની કેપ્ટનશિપને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કોમેન્ટ કરી. એક યૂઝરે તો અંજ્કિય રહાણેને વિરાટ કોહલીથી સારો કેપ્ટન ગણાવ્યો. ભારતીય ટીમને ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રને કારમો પરાજય આપ્યો છે. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત મેળવી અને 4 મેચોની આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

નોંધનીય છે કે, ઈંગ્લેન્ડે આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 578 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં જો રૂટ (218)ની બેવડી સદીની મહત્વની ભૂમિકા રહી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 337 રન બનાવી શકી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 178 રન બનાવી ઓલઆઉટ થઈ અને ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 192 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Gujarat Corona Update: રાજ્યમાં નવા 234 કેસ, 353 દર્દી સાજા થયા, જ્યારે 9 જિલ્લામાં એક પણ કેસ નહી- અમદાવાદમાં 1નું મોત