JMC photo 2 1

Jamnagar photgrapher: કોરોનાકાળ માં કામ ધંધો ઠપ થતા જામનગરના ફોટોગ્રાફરોએ માંગી સહાય

Jamnagar photgrapher: સરકાર દ્વારા અન્ય વેપારી અને ધંધાર્થીઓ ની જેમ લોન, હાઉસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, લાઇટબિલ તેમજ આર્થિક કોઈ મદદ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર મારફત સરકાર ને રજૂઆત કરવાં આવી હતી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૧ જુલાઈ:
Jamnagar photgrapher: આપના જીવન ની દરેક અણમોલ અને કીમતી ક્ષણ ને કચાકડે મઢી યાદગાર ભેટ સ્વરૂપ આપનાર ફોટોગ્રાફરોના કોરોના ન કારણે છેલ્લા દોઢ વર્ષ થી ધંધા-રોજગાર ઠપ્પ પડ્યા હોય ત્યારે ફોટોગ્રાફરો દ્વારા સરકાર ને આવેદન પત્ર આપી સહાય ની માંગ કરી હતી

આ પણ વાંચો…July 2021 Hindu calendar: આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે, 11મીથી ગુપ્ત નવરાત્રી શરુ અને 24મીએ ગુરુ પૂર્ણિમા- વાંચો વધુ વિગત

Jamnagar photgrapher

   આપના જીવન માં દરેક સારા પ્રસંગો નું ખૂબ મહત્વ હોય છે અને આ પ્રસંગ ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો (Jamnagar photgrapher) વગર અધૂરો હોય છે કેમકે આ જ ફોટોગ્રાફરો અને વિડિઓગ્રાફર આપણો પ્રસંગ આપણે યાદી સ્વરૂપે ભેટ આપે છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી કોરોના ના કારણે આપણે કોઈ પ્રસંગ સારી રીતે ઉજવી શક્યા ના હોઈએ અને ફોટોગ્રાફરો નો ધંધો ઠપ્પ પડ્યો હોય જેના લીધે જામનગર ના ફોટોગ્રાફરો એ જિલ્લા કલેકટર મારફત રાજયસરકાર ને સહાય ની માંગ કરતાં આવેદન પત્ર આપ્યું હતું

Whatsapp Join Banner Guj

જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, પ્રોફેશન ફોટોગ્રાફર એસોસીએસન અને ઇમેજ ફોટોગ્રાફર એસોસીએસન દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે હાલ કોરોના ના કારણે ફોટોગ્રાફર ઓનો ધંધા રોજગાર તદન ઠપ્પ થઈ ગયા છે ત્યારે પોતાના ઘર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે સરકાર દ્વારા અન્ય વેપારી અને ધંધાર્થીઓ ની જેમ લોન, હાઉસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, લાઇટબિલ તેમજ આર્થિક કોઈ મદદ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર મારફત સરકાર ને રજૂઆત કરવાં આવી હતી.