Gujarat high court Image

Petition in HC for commercial garba:પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબા આયોજનમાં છૂટની માગ પિટિશન- કાલે થશે સુનવણી

Petition in HC for commercial garba: અરજદાર તરીકે કોમર્શિયલ ગરબા આયોજનની માગણી છે કે શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ હોય તો તેમને પણ કોવિડ નિયમ પાલન અને રાત્રે ૧૧ વાગ્યે ગરબા બંધ કરવાની શરત સાથે આયોજનની છૂટ મળવી જોઈએ

અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Petition in HC for commercial garba: ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન પાર્ટી-પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી ન આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અરજદાર તરીકે કોમર્શિયલ ગરબા આયોજનની માગણી છે કે શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ હોય તો તેમને પણ કોવિડ નિયમ પાલન અને રાત્રે ૧૧ વાગ્યે ગરબા બંધ કરવાની શરત સાથે આયોજનની છૂટ મળવી જોઈએ. હાઇકોર્ટે સરકારને જરુરી સૂચના રજૂ કરવાનો નિર્દેશ આપી વધુ સુનાવણી આઠમી ઓક્ટોબરના રોજ નિયત કરી છે.

અરજદારની રજૂઆત છે કે રાજ્ય સરકારના નવરાત્રિ અંગેના નિર્ણય પ્રમાણે સોસાયટી અને શેરીઓમાં ૪૦૦ લોકોન મર્યાદા સાથે ગરબાની છૂટ આપવામાં આવી છે અને કરફ્યૂની મર્યાદા પણ ૧૨ વાગ્યા સુધીની કરવામાં આવી છે, પરંતુ પાર્ટી-પ્લોટમાં થતા કોમર્શિયલ ગરબાને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ હોય અને કોમર્શિયલ ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય તે નિર્ણય ભૂલભરેલો છે. અરજદારની રજૂઆત સાંભળી જસ્ટિસ સંગીતા વિશેને પ્રથમદર્શી ટકોર કરી હતી કે આપણે ત્યાં સદનસીબે કોરોના કાબૂમાં આવ્યો છે પરંતુ ભૂતકાળામાં છૂટછાટનો દુરૃપયોગ પણ જોવા મળ્યો છે

આ પણ વાંચોઃ PM Modi inaugurates oxygen plant: PM મોદીએ 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ ઉદ્દઘાટન

અરજદાર તરીકે ગરબા આયોજની રજૂઆત છે કે તેઓ ઇવેન્ટ મેનેજમેન્ટ અને આવાં આયોજનો છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાના કારણે ઘણી ખોટ કરી રહ્યા છે અને નવરાત્રિ દરમિયાન તેમને થોડી રાહત મળે તેમ છે. સરકાર રાહત આપે તો તે નિયત મર્યાદા સાથે ગરબાનું આયોજન કરવા તૈયાર છે અને તેમની પાસે આ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા પણ છે. સરકાર મંજૂરી આપે તો તેઓ ૧૧ વાગ્યે ગરબા બંધ કરી દેશે. જેથી ૧૨ વાગ્યાના કરફ્યૂના નિયમમાં પણ કોઈ ખલેલ નહીં પહોંચે.

Whatsapp Join Banner Guj