Gujarat police 600x337 1

Police in action mode: નવરાત્રીને લઈ આ શહેરની પોલીસ એક્શન મોડમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને અપાયો આ આદેશ

Police in action mode: શહેરમાં કોરોના મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોમાં ગરબા યોજવાની પરવાનગી નથી આપવામાં આવી. પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે

અમદાવાદ, 07 ઓક્ટોબરઃPolice in action mode: અમદાવાદમાં હવે નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. શહેરમાં કોરોના મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોમાં ગરબા યોજવાની પરવાનગી નથી આપવામાં આવી. પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે

આ પણ વાંચોઃ PM Modi inaugurates oxygen plant: PM મોદીએ 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ ઉદ્દઘાટન

શહેરમાં 13 ડીસીપી, 24 એસીપી અને 70થી વધુ પીઆઇ હાજર રહેશે. 220 પીએસઆઇ, 8 હજારથી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તેમજ એસ.આર.પીની 2 કંપની તૈનાત રહેશે. તો બીજી બાજુ 90 પીસીઆર, 5 ક્યુઆરટી ટીમ અને 90 શી-ટિમ અને 78 હોકબાઈક તૈયાર રાખવામાં આવશે. જો કે, આ સાથે નિયમોનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધાશે. તેમજ સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ હોટલ તેમજ બજારોમાં પણ ખાનગી વોચ રાખશે. શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશોને નવરાત્રીની અને કોવિડની ગાઈડ લાઇન સમજવાઈ રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તેવું સમજવાઈ રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પર્વ પહેલા અમદાવાદના લોકો ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ શહેરમાં આજે બુધવારથી જ પ્રાઈવેટ પ્રિમાઈસીસ જેવા કે, મોટી સોસાયટીઓ, શોપીંગ મોલ, સિનેમા, કલબો, કોમર્શિયલ કોમ્પલેકસો, પાર્ટીપ્લોટો, હોટલ, રેસ્ટોરન્ટો, પર્યટન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો ના હોય અને બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તેમ છતાં ના લેનારા વ્યકિતઓને પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ લગાવવા સુચના અપાઈ છે.ઉપરાંત જેટલા લોકો કોરોના વેકિસન લીધા વગરના મળી આવે તે તમામની વિગતો નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે સામૂહીક આરોગ્ય કેન્દ્રો ઉપર સોસાયટીઓ કે જે તે એકમોએ જાણ કરવાની રહેશે

આ પણ વાંચો: Petition in HC for commercial garba:પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબા આયોજનમાં છૂટની માગ પિટિશન- કાલે થશે સુનવણી

મ્યુનિસિપલ તંત્રે કોરોના વેકિસન વધુમાં વધુ લોકો લઈ શકે એ માટે જે સોસાયટીઓ તથા અન્યે કોમર્શિયલ એકમો કે જયાં સોથી વધુ વેકિસનના લાભાર્થીઓ હોય તેમના દ્વારા જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પત્રથી જાણ કરવામાં આવશે તો તેવા કીસ્સામાં સ્થળ ઉપર કોર્પોરેશન દ્વારા રસી આપવાનો નિર્ણય પણ લીધો હોવાનું જાણવા મળે છે.

આજથી એટલે કે ૭ ઓકટોબરથી શરુ થઈ રહેલા નવરાત્રી પર્વ દરમ્યાન શહેરમાં આવેલા વિવિધ પાર્ટીપ્લોટો, મંદિરો, હોટલો,  રેસ્ટોરન્ટો,  શોપીંગ મોલ ઉપરાંત વિશાળ કોમન પ્લોટો ધરાવતી મોટી સોસાયટીઓમાં ખેલૈયાઓ મોટા પ્રમાણમાં એકઠા થઈ ગરબે ઘુમશે.આ દરમ્યાન માસ્ક પહેરવાનો નિયમ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કોવિડ ગાઈડલાઈન પણ નેવે મુકાશે એવી દહેશતની વચ્ચે લોકોની ભીડ કાબુમાં રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Whatsapp Join Banner Guj