student

Corona guidelines for schools: શાળામાં ફરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના…

Corona guidelines for schools: સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી છે

સુરત, 27 ડિસેમ્બર: Corona guidelines for schools: ચીન સહીત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો વધ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બીજી તરફ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે. ત્યારે સુરત શહેરનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે. જેને લઇ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી કોરોનાની ગાઈડલાઈન પાલન કરવા સુચના આપવામાં આવી છે. શાળામાં પરિપત્ર મોકલી જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી સૂચના કોરોનાની ગાઈડલાઈન ફરી એક વખત તમામે પાલન કરવા તંત્ર ધીમે ધીમે સૂચનાઓ આપી રહ્યું છે.

શાળાને લઈ બાળકોમાં કોરોનાનું જોખમ ઊભું ન થાય તેની પર પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.જે અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી છે. જેમાં જાહેર કરાયેલા ગાઈડ લાઈનમાં શાળા પરિસરની યોગ્ય સ્વચ્છતા, સેનિટાઈઝર સુનિશ્ચિત કરવાની રહેશે, હાથ તથા ચહેરો ધોવા માટે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને હાથ અને ચહેરાની સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, યોગ્ય રીતે માસ્ક પહેરવાની સાથે જરૂરી ગાઈડલાઇન્સ યોગ્ય રીતે પાલન કરવા સૂચના આપી છે.

શહેરની શાળાઓમાં ગાઈડલાઈનનું પાલન શરૂ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્ર જાહેર કરતાની સાથે જ શહેરની જુદી જુદી શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.શાળાઓ દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું સુરત શહેરમાં પાલન પણ શરુ થઇ ગયું છે.

શાળાઓની અંદર વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને અભ્યાસ કરવાની સૂચના આપી દીધી છે. તે મુજબનું પાલન પણ શરૂ થઈ ગયું છે. શાળામાં બાળકો ફરી એક વખત માસ્ક પહેરી અભ્યાસ કરતા થયા છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ ધીમે ધીમે શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ પુરતી તકેદારીઓ રાખવામાં આવી રહી છે. કોરોનાને લઈને વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવા સુચના આપવામાં આવી છે. તમામ તકેદારીઓના પગલા લેવામાં આવી રહ્યા છે. શાળામાં સ્વચ્છતા અંગે પણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીને ખાસી, શરદી કે તાવ હોય તેઓને શાળાએ નહી આવવા સુચના આપી છે. આવા વિદ્યાર્થીઓને જરૂર પડ્યે ઓનલાઈન શિક્ષણ પણ આવામાં આવશે.

આ પણ વાંચો: BJP leader ladhu parghi: ભાજપના નેતા લાધુ પારઘી ફરીથી આવ્યા વિવાદમાં, જાણો શું થયું…

Gujarati banner 01